લાઠી તાલુકાના અસોદર ખાતે અગ્રણીઓ દ્વારા વૃક્ષારોપણ ૧૫૦ વૃક્ષ ઉછેરનો સંકલ્પ
લાઠી તાલુકાના આંસોદર ગામે વૃક્ષારોપણ કાયૅક્રમ કરી વૃક્ષારોપણ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો એ અનુરૂપ આંસોદર ગામે ૧૫૦ કરતા વધુ વૃક્ષો રોપવામાં આવશે, આંસોદર ગામે પ્રાથમિક શાળામાં અને આરોગ્ય કેન્દ્રમાં વૃક્ષારોપણ કર્યુ.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજુભાઈ ભુતૈયા, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ મગનભાઈ કાનાણી, મતિરાળા જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ સુતરીયા, કાચરડી જિલ્લા પંચાયત સદસ્ય જનકભાઈ તળાવિયા, લાઠી તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાવલીયા, બક્ષીપંચ મોરચાના તાલુકા પ્રમુખ પરેશભાઈ સરવૈયા, કિસાન મોરચાના પ્રમુખ કાળુભાઈ દુધાત, આંસોદર તાલુકા પંચાયત સદસ્ય સંજયભાઈ પરમાર, લુવારીયા સરપંચ પ્રતાપભાઈ ખુમાણ તથા ગામજનો ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments