લાઠી તાલુકા ના આંબરડી ના હાલ સુરત ડોકટર શલેશ ભાયાણી કોરોના કાળના સમયમાં સેવા માટેના ઉત્તમ પર્યાય હોય તો તે છે ડોક્ટરો લાઠી તાલુકાના આંબરડી ગામના વતની અને હાલ સુરત શહેરમાં રહેતા એક ડોક્ટર દંપતી ની જ્યારે આખા ગુજરાતમાં નામાંકિત અખબારો અને રિપબ્લિક ભારત જેવી મોટી ચેનલોમાં નોંધ લેવાય છે, ત્યારે આજે આપણા સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારની સેવા પ્રદાન કરવામાં ભારત ભરમાં ઓળખાય છે ત્યારે લાઠી તાલુકા માં આવેલ આંબરડી ગામના વતની અને હાલ સુરત શહેરમાં ડોક્ટર તરીકેની સેવા આપતા અને સુરત શહેરમાં પોતાની મોટી હોસ્પિટલ ધરાવતા ડોક્ટર શૈલેષભાઈ ભાયાણી એમડી ફિઝિશિયન અને તેમના ધર્મપત્ની હેતલબેન ભાયાણી કે જેઓ આવા કોરોના કપરા કાળમાં પોતાની અમૂલ્ય જિંદગી જોખમમાં મૂકી અને પોતાના ઘર અને કુટુંબની પરવાહ કર્યા વિના આ ડોક્ટર દંપતી સુરત શહેરના લોકોની જિંદગી બચાવવા પોતાની હોસ્પીટલ ને તાળા મારી એક પણ પૈસા કમાવાની લાલચ વિના સુરત શહેરમાં સેવાગ્રુપ દ્વારા ચાલતા જુદા જુદા સેવા કેન્દ્રમાં રાત દિવસ ફ્રી સેવા કરવા દોડી રહ્યા છે. ત્યારે આ ડોક્ટર દંપતીની પ્રસંશનીય કામગીરી ને હું હૃદયપૂર્વક નમન.આજે આ સેવાકીય કામગીરીથી આંબરડી ગામ નહીં પરંતુ સમગ્ર અમરેલી જિલ્લા નું નામ રોશન કરી રહ્યા છે તેમના માતા-પિતા અને ગુરુજીના સંસ્કારોની વિચારધારા ને સાથે રાખી કોઈપણ પ્રકારની લાલચ રાખ્યા વિના લોકોની સેવા કરવાની વિચારધારા ગામના લોકોને ઉચ્ચ અભ્યાસ માટે ભણતરમાં આગળ લાવવાના સફળ પ્રયાસો વંદનીય છે માનવતા વાદી તબીબી દંપતી ને ભગવાન વધુ બળ આપે એવી પ્રાર્થના.ડૉ. શૈલેષ અને ડૉ. હેતલ તમે બન્ને ઘણું જીવો!હેઠે વાળાનું તમે ધ્યાન રાખો; ઉપર વાળો તમારું ધ્યાન રાખે
લાઠી તાલુકાના આંબરડીના હાલ સુરત એમ.ડી.ડોકટર શલેશ ભાયાણી પોતાની હોસ્પિટલ બંધ કરી શહેરના વિવિધ આઈસોલેશનમાં ફ્રી સેવા આપતા કોરોના વોરિયર્સ

Recent Comments