fbpx
અમરેલી

લાઠી તાલુકાના આઈ સી ડી એસ ઘટક લાઠી આસોદર સેજા કક્ષા નો અન્ન વાનગી હરીફાઈ કાર્યક્રમ યોજાયો

લાઠી તાલુકાના આઈ સી ડી એસ ઘટક લાઠી આસોદર સેજા કક્ષા નો શ્રી અન્ન (મિલેટ્સ) વાનગી હરીફાઈ કાર્યક્રમ યોજાયો આજરોજ લાઠી તાલુકાના આસોદર  ગામે શ્રી અન્ન (મિલેટ્સ) વાનગી હરીફાઈ યોજાઈ હતી જેમાં બાજરી,રાગી,જુવાર, રાજગરો,કાંગ,મકાઈ ની વાનગીઓ વર્કર બહેનો દ્વારા બનાવી નિદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં આસોદર  માં  મુખ્ય સેવિકા શ્રી ફાલ્ગુની બેન છત્રાલા ,શાળા ના આચાર્ય શ્રી , આરોગ્ય વિભાગ માં થી FHW. MPH તેમજ આસોદર P H C  ના આરોગ્યના સ્ટાફ હાજર રહ્યા હતા. સગર્ભા. ધાત્રી માતા, કિશોરીઓ ને માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું.લાઠી તાલુકાના આઈ સી ડી એસ ના ફાલ્ગુની બેન છત્રાલા એ ખાસ હાજરી આપેલ હતી આ કાર્યક્રમ નિમિતે   હાજર તમામ આંગણવાડી બહેનો અને લાભાર્થીઓને મિલેટ્સ વાનગી ના પોષણ ના ફાયદા અંગે સમજ આપી.હતી તેમજ  આજના કાર્યક્રમ માંથી પ્રથમ આવેલી એક થી ત્રણ નંબર ની વાનગી નક્કી કરી પ્રથમ બીજો અને ત્રીજો નંબર આવેલ બહેનો ને અભિનંદન પાઠવ્યા તેમજ સી ડી પી ઓ મીનાક્ષી બેન રાઠોડ ના માર્ગ દર્શન હેઠળ તાલુકા કક્ષા ના કાર્યક્રમ માટે તમામ બહેનો ને શુભકામના પાઠવી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો.

Follow Me:

Related Posts