લાઠી તાલુકાના જરખિયાના પી. એચ. સી. સેન્ટર ખાતે સગર્ભા મહિલાઓનો સારવાર-નિદાન કેમ્પ યોજાયો
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખિયાના પી. એચ. સી. સેન્ટર ખાતે અમરેલી જિલ્લાની ખિલખિલાટ દ્વારા સગર્ભા મહિલાઓ ની નિઃશુલ્ક તપાસ અને સારવાર નો કેમ્પ યોજવામાં આવેલો હતો. આ કેમ્પમાં સ્ત્રી રોગ નિષ્ણાત ડો. રાખલિયા સાહેબ દ્વારા ૫૦ જેટલી સગર્ભા મહિલાઓ ને તપાસ કરી જરુરી દવાઓ આપી નિઃશુલ્ક નિદાન કરવામા આવેલુ હતુ.
ખિલખિલાટ વાન ના કેપ્ટન દ્વારા તમામ સગર્ભા મહિલાઓ ને ઘરે થી લાવવામા આવેલ અને તપાસ બાદ ફરી ઘરે મુકવામા આવેલ આ સારી કામગીરી કરવા બદલ જિલ્લા ના અધિકારી શ્રી ફાયાઝ પઠાણ સાહેબ તથા શ્રી યુવરાજ સિંહ ઝાલા સાહેબ દ્વારા અભિનંદન પાઠવવામા આવ્યા હતા.
Recent Comments