અમરેલી

લાઠી તાલુકાના ધામેલ ગામે કલેક્ટર ની ઉપસ્થિતિમાં રાત્રિ સભા યોજાઈ

લાઠી તાલુકાના ધામેલ ગામે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવની પ્રેરક ઉપસ્થિતિમાં ગામની વાત, ગામના પ્રશ્નો, ગામના દ્વારે અને ગામજનોના મુખે સાંભળી નિરાકરણ લાવવા ખાસ રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રીસભામાં કલેક્ટરશ્રીએ મહત્વના સૂચકાંકો જેવા કે આરોગ્ય, પોષણ, કૃષિ, શિક્ષણ, પાણી, રસ્તા, કોઝ વે,બસ સેવા,સ્ટ્રીટ લાઈટ જેવા પ્રશ્નોના નિકાલ માટે અમલીકરણ અધિકારીઓને સૂચનાઓ આપી હતી. રાત્રિસભાની સાથે સાથે આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

રાત્રિસભામાં લાઠી પ્રાંત અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, મહેસુલ અને પંચાયત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ, ગામના અગ્રણીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts