મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરુ છે. મતદાર યાદીમાંમતદાર તરીકે નોંધણી બાકી હોય તેવા વધુમાં વધુ મતદારોને મતદાર નોંધણી થાય તે માટે વિશેષ પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લાના લાઠી સ્થિત ગાયત્રી ગુરુકૃપા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની નોંધણી કરાવવાની કામગીરી કરવામાં આવી હતી. મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા અને બૂથ પર કરવામાં આવતી આ કામગીરી વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આ તકે આપવામાં આવ્યું હતું.
લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે “દેશનું ફોર્મ” ભરવા નાગરિકોને જાગૃત્ત કરવામાં આવ્યા હતા. લાઠી-બાબરા પ્રાંત અધિકારીશ્રી અને લાઠી તાલુકા મામલતદારશ્રી અને શાળાના બાળકોએ લાઠી તાલુકાના નગરપાલિકા વિસ્તારમાં મતદાર જાગૃત્તિ રેલી યોજી હતી. જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરુ છે ત્યારે નાગરિકોની મતદાર નોંધણી બાકી હોય તેવા નાગરિકો મતદાર નોંધણી કરાવી શકે તે હેતુથી ખાંભા તાલુકાના નાના વિસાવદર ગામે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત દેશ કા ફોર્મ ભરવા માટે જનજાગૃત્તિ લાવવામાં આવી હતી. કુંકાવાવ – વડીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વસતા વરિષ્ઠ નાગરિકો અને ૮૦ વર્ષથી વધુ વયના મતદાતાઓનું સન્માન કરી તેમને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જ્યાં વધુ પ્રમાણમાં નાગરિકોની અવરજવર રહેતી હોય તેવા સ્થળો પર જનજાગૃત્તિ અર્થે પોસ્ટર્સ-બેનર્સ લગાડવામાં આવ્યા હતા.
Recent Comments