અમરેલી

લાઠી તાલુકાના લુવારિયા માં વિશ્વ મેલેરિયા દિવસ ની ઉજવણી

લાઠી તાલુકાના લુવારિયા માં વિશ્વ મેલેરિયા દિવસ ની ઉજવણીઆજ રોજ લાઠી તાલુકા ના લુવરિયા માં વિશ્વ મેલેરીયા દિનની ઉજવણી કરવામાં આવેલ. જેમાં અલગ અલગ ટીમ દ્વારા સમગ્ર ગામમાં પોરાનાશક કામગીરી તેમજ ડિસ્કર્ડ કટેનરની કામગીરી કવામાં આવેલ. તેમજ લઘુશિબિરનું આયોજન કરવામાં આવેલ. જેમાં મેલેરીયાથી બચવાના ઉપાયો વિશે ચર્ચા કરવામાં આવેલ. ત્યારબાદ સમગ્ર ગામમાં ભીંતસૂત્રો લખવામાં આવેલ અને ગામના અવેડામાં પોરભક્ષક માછલીઓ મૂકવામાં આવેલ અને સમગ્ર ગામમાં માઈક પ્રચાર દ્વારા આઈ.ઈ.સી. કામગીરી કરવામાં આવેલ. સમગ્ર કામગીરી ડો. આર  આર મકવાણા ના માર્ગદર્શન નીચે મતિરાળા આરોગ્ય કેન્દ્ર ના ડો. હરિવદન પરમાર, બી આર જાવિયા, મુકેશ વૈષ્ણવ તેમજ આશાબહેનો દ્વારા કામગીરી કરવામાં આવેલ.

Related Posts