fbpx
અમરેલી

લાઠી તાલુકાના વીરપુર- કરકોલીયા માર્ગ ૪૮ લાખના ખર્ચે નવો બનાવાશે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ખાતમૂહર્ત કરી કામગીરીનો શુભારંભ કરાવ્યો

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા લાઠી બાબરા અને દામનગર વિસ્તારમાં રાજ્ય સરકાર હસ્તક અને જિલ્લા પંચાયત હસ્તકના અનેક માર્ગો મંજુર કરાવી તેના ખાત મુરત કરાવી કામો પૂર્ણ કર્યા છે
ત્યારે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે વીરપુર- કરકોલીયા માર્ગ રૂપિયા ૪૮ લાખ નો મંજુર કરાવી તેનું ખાત મુરત કરતા રાહદારીઓમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી
આ માર્ગ ૪.૪૦૦ કિલોમીટર તેમજ ૩.૭૫ ની પહોળાઈ સાથે નવો બનશે અનેકવાર લોકોની અને રાહદારીઓની રજુઆતને ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ધ્યાનમાં લઈ રાજ્ય સરકારમાં રજુઆત કરતા સફળ રજુઆતના અંતે વીરપુર કરકોલીયાનો માર્ગ મજૂર થઈ આવતા તેનું ખાત મુરત ધારાસભ્ય દ્વારા કરી કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો
માર્ગની ગુણવત્તા મુજબ બનાવવામાં આવે તેની સૂચના કોન્ટ્રાકરને તેમજ માર્ગનું પૂરતું સુપરવિઝન કરવાની તંત્રને સૂચના પણ ધારાસભ્ય દ્વારા આપવામાં આવી હતી
આ તકે જિલ્લા પંચાયતના સભ્ય જીતુભાઇ વાળા,તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયા,સાદુંળભાઈ ડેર,નરેશભાઈ અધ્યારૂ,પ્રવીણભાઈ કોઠીયા, સરપંચ શ્રી વિરપુર
વિક્રમભાઈ ગરણીયા, સરપંચશ્રી કરકોલીયા ભગવાનભાઈ આહીર સુરેશભાઈ જૉગાણી, વાસુરભાઈ દેઠળિયા,ઓઘડભાઈ ડેર,બટુકભાઈ પાનસૂરિયા,રાઘવભાઈ સાવડા,મખાભાઈ લેલા,મનુભાઈ કોઠીયા સહિતના સ્થાનિક કોંગ્રેસના અગ્રણીઓ અને અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts