અમરેલી વિડિયો ગેલેરી

લાઠી તાલુકાના હરસુરપુર દેવળીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા આંઠ ઇસમોને કુલ કિં.રૂ.૮૫,૧૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસી કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું,

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ગઇ કાલ તા.૦૧/૦૬/૨૦૨૩ ની રાત્રીના લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત આધારે લાઠી તાલુકાના હરસુરપુર દેવળીયા ગામથી ખીજડીયા જંકશન જવાના કાચા રસ્તે, માળ તરીકે ઓળખાતી સીમમાં જાહેરમાં હાથબત્તીના અંજવાળે પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા આંઠ ઇસમોને જુગાર રમતા રોકડ રકમ, મોબાઇલ ફોન તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ લાઠી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીઓઃ-

(૧) વિજય કનુભાઇ બુહા, ઉ.વ.૩૮, રહે.હરસુરપુર દેવળીયા, તા.લાઠી, જિ.અમરેલી,

(૨) રાકેશ ગોરધનભાઇ રાઠોડ, ઉ.વ.૨૫, રહે.સુરપુર દેવળીયા, તા.લાઠી, જિ.અમરેલી, (૩) ભાવેશ ઉર્ફે દિલીપ અનુભાઇ પસાળા,ઉ.વ.૩૩, રહે.હરસુરપુર દેવળીયા, તા.લાઠી, જિ.અમરેલી, (૪) તુષાર ઉર્ફે ખુશાલ કિરીટભાઇ ફસુકવાડીયા,ઉ.વ.૨૨, રહે.હરસુરપુર દેવળીયા, તા.લાઠી, જિ.અમરેલી,

(૫) રણજીત રાીંગભાઈ વાળા,ઉ.વ.૩૦, રહે.હરસુરપુર દેવળીયા, તા.લાઠી, જિ.અમરેલી,

(૬) સામત વાસુરભાઇ ભુવા,ઉ.વ.૩૮, રહે.હરસુરપુર દેવળીયા, તા.લાઠી, જિ.અમરેલી,

(૭) જયેશ ભીખુભાઇ સોજીત્રા,ઉ.વ.૪૨, રહે.હરસુરપુર દેવળીયા, તા.લાઠી, જિ.અમરેલી,

(૮) રણજીત વાસુરભાઇ સોસા,ઉ.વ.૩૨, રહે.સુરપુર દેવળીયા, તા.લાઠી, જિ.અમરેલી,

પકડાયેલ મુદ્દામાલઃ-

રોકડા રૂ.૪૪,૯૦૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૮ કિ.રૂ.૪૦,૦૦૦-/- તથા હાથબત્તી ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/- મળી કુલ કિ.રૂ.૮૫,૧૦૦/- નો મુદ્દામાલ,

– ૧ કિ.રૂ.૨૦૦/ –

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને

માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઈ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ, તથા હેડ કોન્સ. મનીષભાઈ જાની, નિકુલસિંહ રાઠોડ તથા પો.કોન્સ. ઉદયભાઈ મેણીયા, રાહુલભાઈ ઢાપા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts