fbpx
અમરેલી

લાઠી તાલુકાના હીરાણા ગામે આવેલ રોકડીયા હનુમાનજી મંદિરમાં બાબરા લાઠી કોંગ્રેસના અગ્રણીઓની બેઠક યોજાઇ

બાબરા તાલુકાના લાઠી અને બાબરા તાલુકાના દરેડ હીરાણા રોડપર આવેલ રોકડીયા હનુમાનજી તેમજ મહાદેવની પવિત્ર જગ્યાએ બાબરા અને લાઠી કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓની એક બેઠક ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ઠાકરસીભાઈ મેતલિયા,જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય જીતુભાઇ વાળા,મનસુખભાઇ પલસાણા,રવિભાઈ ચૌહાણ,શાર્દુલભાઈ ડેર,વિનુભાઈ,ઘનશ્યામભાઈ ચૌહાણ,રાજેશભાઇ દેવાણી,દીપકભાઈ ચૌહાણ,મુસાભાઈ પરમાર,ગ્રામ પંચાયતનાના સરપંચો સહિત સ્થાનિક કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા   બાબરા અને લાઠી કોંગ્રેસની બેઠકમાં સ્થાનિક લોક પ્રશ્ન અને લોક સમસ્યાઓની ચર્ચાઓ અને રજુઆત કરવામાં આવી હતી તેમજ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા લાઠી વિધાનસભા વિસ્તારમાં કરવાંમાં આવેલ વિકાસના કાર્યોની પ્રશંસા કરી તેમને બિરદાવ્યા હતા

Follow Me:

Related Posts