અમરેલી

લાઠી તાલુકામાં કોરોના રસીકરણ કામગીરી અબૅન હેલ્થ સેન્ટર દ્વારા તબક્કા વાર ચાલી રહી છે

લાઠી તાલુકામાં કોરોના રસીકરણ કામગીરી અબૅન હેલ્થ સેન્ટર દ્વારા તબક્કા વાર ચાલી રહી છે.લાઠીની જાહેર જનતાને પોતાનાં ઘર આંગણે રસી ઉપલબ્ધ થાય તેવાં સુદ્ઢ નિણાર્યક હેતુના અભિગમ સાથે દરેક વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રો ખાતે અલગ અલગ સુપરવાઈઝરની દેખરેખ અને વેકસીનેટર દ્વારા દરેક વોડૅમા આયોજન કરવામાં આવેલ છે.જેનો બહોળી સંખ્યામાં લોકો લાભ લઈ શકે તે માટે સાંજના  ૫-૦૦ વાગ્યા થી રાત્રે ૯-૦૦ વાગ્યા સુધી વધુમાં વધુ જન પ્રતિનિધિઓ લાભ લઈ શકે અને બીજા લોકો સુધી સંદેશ પહોંચાડી સરકારશ્રીના અભિગમને સાથૅક કરે.           

તા.૨૬-૩-૨૧ ના રોજ મંગળપરા વિસ્તારમાં આંગણવાડી ખાતે ડો.ઉમિલાબેન અને વેકસિનેટર હીનાબેન જોટીંગીયા તેમજ આશાવકૅર બહેનો વિજયાબેન,હીનાબેન ભટ્ટ, જરીનાબેન,ધમિૅષ્ટાબેન,નિકિતા બેન, દ્વારા કાયૅનો આરંભ થયો હતો.અને  મંગળપરા, અસ્તાપીરની શેરી, કલાપી પાકૅ સહીતના વિસ્તારો આવરી લેવામાં આવ્યા હતા.લાઠીના પત્રકાર રજનીકાંત રાજ્યગુરૂએ વેક્સિન રસી લીધેલ હતી અને કોઈ આડઅસર થતી ન હોવાનું જણાવેલ છે.

Related Posts