લાઠી તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં તળાવમાં રૂ ૮૫ લાખ ના ખર્ચે પ્રોટેક્શન વોલ અને વેસ્ટવિયર બનાવાશે

લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ નદી અને તળાવ માં પ્રોટેક્શન વોલ તેમજ વેસ્ટવીઇર બનાવવા માટે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્ય સરકારમાં અસરકારક રજુઆત કરી રૂ ૮૫ લાખ મંજુર કરાવતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી. ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે લાઠી તાલુકામાં શેખપીપળીયા ૧૧ લાખ,ઠાસા,૧૨ લાખ મતિરાળા,૯ લાખ જરખિયા,૪૫ લાખ ધામેલ,હજીરાધાર ૮.૫૦લાખ,સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં નદી તળાવમાં પ્રોટેક્શન વોલ તેમજ વેસ્ટવીઇર બનાવવા આવશે જેના કારણે પાણી બને બાજુ રોકાય જશે અને ધોવાઈ નો જાય જેથી નદીની બને બાજુ પ્રોટેકશન વોલ બનાવવામાં આવશે.. અત્રે ઉલ્લેખનીય છે લાઠી બાબરા અને દામનગર વિસ્તારમાં સ્ટેટ અને જિલ્લા પંચાયતના હસ્તકના લગભગ માર્ગો મંજુર કરી પૂર્ણ કરી આપવામાં આવ્યા છે અને હવે નદી તળાવના બાકી રહેતા કામો પણ મંજૂર થઈ પૂર્ણ થતાં ગ્રામ્ય વિસ્તારના લોકોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ છે.
Recent Comments