અમરેલી

લાઠી તાલુકામાં વિશ્વ મેલેરિયા દિવસ ની ઉજવણી

 લાઠી તાલુકા માં વિશ્વ મેલેરીયા દિનની ઉજવણી કરવામાં આવેલ. જેમાં અલગ અલગ ટીમ  દ્વારા તાલુકા ના તમામ ગામોમાં જાહેર અને ઘર વપરાશ માં આવતા પાણી ભરવાના તમામ પાત્રો ની ચકાસણી કરી, એબેટ સોલ્યુશન નાખી પોરાનાશક કામગીરી કરી, મેલેરિયા ના લક્ષણો ધરાવતા શંકાસ્પદ દર્દીઓ ની તપાસ માટે સ્લાઇડ લેવામાં આવી હતી. મેલેરિયા અંગે લોક જાગૃતિ માટે તમામ ગામો માં સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી, ગામ લોકો સાથે મળી લઘુ અને ગુરુ શિબિર યોજી મેલેરિયા કારક જીવંત પોરા અને પોરા ભક્ષક ગપ્પી માછલી નું નિદર્શન કરી લોકો ને પોરાનાશક કામગીરી ની સમજૂતી આપી, મેલેરીયાથી બચવાના ઉપાયો વિશે ચર્ચા કરવામાં આવેલ. ત્યારબાદ સમગ્ર તમામ ગામોમાં ભીંતસૂત્રો લખી ગામના અવેડામાં પોરભક્ષક માછલીઓ મૂકવામાં આવેલ અને સમગ્ર ગામમાં માઈક પ્રચાર દ્વારા આરોગ્ય શિક્ષણ ની કામગીરી કરવામાં આવેલ. સમગ્ર કામગીરી તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર  આર મકવાણા, બાલમુકુંદ જાવિયા ના માર્ગદર્શન નીચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ના મેડિકલ ઓફિસરો, સુપરવાઈઝર, આરોગ્ય કર્મચારીઓ તેમજ આશાબહેનો દ્વારા કામગીરી કરવામાં આવેલ.

Follow Me:

Related Posts