અમરેલી

લાઠી તાલુકા આરોગ્ય કચેરી ખાતે વર્લ્ડ હાર્ટ ડે ની ઉજવણી

લાઠી તાલુકા આરોગ્ય કચેરી ખાતે વર્લ્ડ હાર્ટ ડે ની ઉજવણી લાઠી તાલુકા આરોગ્ય કચેરી ખાતે ડો. આર આર મકવાણા ની અધ્યક્ષતા માં વર્લ્ડ હાર્ટ ડે ની ઉજવણી કરવા માં આવી હતી. જેમાં તાલુકા ના તમામ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા ભાગ લઈ વર્ષ દરમિયાન બિનચેપી રોગો ના સ્ક્રીનીંગ દ્વારા મળી આવેલ હૃદય રોગ અને હાઈ બીપી ના દર્દીઓ અને તેમની સારવાર વિષયક ચર્ચા કરી હૃદય ને લગતી સમસ્યાઓ નિવારવા સંયમિત જીવનશૈલી અને સ્વાસ્થ્યવર્ધક આહારશૈલી અંગે આરોગ્ય શિક્ષણ આપેલ હતું. જેની તમામ ગામોમાં જૂથ ચર્ચા દ્વારા લોકજાગૃતિ ની કામગીરી કરવા માં આવશે. ઉલ્લેખનીય છે કે લાઠી તાલુકા ના તમામ ગામોમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા નિયમિત રૂપે બિનચેપી રોગોની તપાસ અને જરૂર પડ્યે લેબ ટેસ્ટ વિનામૂલ્યે સ્થળ પર જ કરી આપી સારવાર આપવામાં આવે છે. ગૌતમ બોરડ દ્વારા તમામ કામગીરી નો વિગતવાર ચિતાર રજૂ કરી આવનારા સમય માં કોઈ પણ લાભાર્થી તપાસ થી વંચિત ન રહી જાય તેનું ઉમદા આયોજન કરેલ છે. આથી, લાઠી તાલુકા ના તમામ ગામો ના હૃદય ને લગતી સમસ્યાઓ ના શંકાસ્પદ દર્દીઓ ની તપાસ કરાવવા માટે નજીક ના હેલ્થ એન્ડ વેલનેસ ક્લિનિક ની મુલાકાત લે તેમ ડો. હરિવદન પરમાર દ્વારા અખબારી યાદી માં જણાવેલ છે.

Related Posts