અમરેલી

લાઠી તાલુકા ઠાકોર સેના દ્વારા ગુજરાત પોલીસ ના સમર્થન માં મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

લાઠી તાલુકા ઠાકોર સેના દ્વારા ગુજરાત પોલીસ અધિકાર ગ્રેડ પે માગણી સાથે ગુજરાત પોલીસ ના સમર્થન માં મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં લાઠી તાલુકા ઠાકોર સેના પ્રમુખ ઠાકોર સંજયજી પરમાર, ઉપપ્રમુખ ઠાકોર ભરતજી મુંજપરા, મહામંત્રી બારૈયા બટુકજી ઠાકોર, મંત્રી ઠાકોર મુકેશજી કઠેવાડીયા દ્રારા મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવી ગુજરાત પોલીસ વિભાગને ગ્રેડ પે તથા અન્ય સુવિધાઓનો લાભ આપવા બાબત કે અગામી સમયગાળામાં ગુજરાતનાં વિવિધ કર્મચારી યુનિયનની રજુઆતને ધ્યાને લઈ કર્મચારીઓના ગ્રેડ પે અને ભથ્થામાં સુધારો કરવામાં રાજ્યનાં તમામ કર્મચારીઓને મળવા પાત્ર લાભ અંગે બંધારણીય સમાનતા જળવાઈ રહે તે જોવાની જવાબદારી  ગુજરાત રાજ્યનાં પોલીસ કર્મચારીઓનાં જાહેર હિતમાં આ આવેદન પત્ર દ્વારા રજૂઆત કરાય ગુજરાત પોલીસના કર્મચારીઓને નીચે મુજબની સેવાઓ આપવામાં આવે તેવી અમારી માંગણી છે ૧. ગુજરાત રાજ્યનાં એસ.એસ.આઈ. હેડ કોસ્ટેબલ , કોસ્ટેબલ ગ્રેડ પે ખુબ જ ઓછા છે જેનાં બદલે ૪૨૦૦ , ૩૬૦૦ , ૨૮૦૦ ગ્રેડ – પે કરવામાં આવે ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓને મળતા વર્ષો જુના ભથ્થામાં તાત્કાલિક વધારો કરવામાં આવે  ર.અલગ અલગ રાજ્યોમાં આપવામાં આવતો ગ્રેડ – પે મહારાષ્ટ્ર ૪૨૦૦ , હરિયાણા ૪૨૦૦ , પંજાબ ૪૬૦૦ , છત્તીશગઢ ૪૨૦૦ , ગુજરાતનાં પોલીસ જવાનોને અન્યાય કેમ ૩. ગુજરાત પોલીસનાં તમામ કર્મચારીઓનાં ફરજની સમય મર્યાદા નક્કી કરવામાં આવે અને ૮ કલાકથી વધારે નોકરીમાં માનવ અધિકાર મુજબ યોગ્ય વળતર આપવામાં આવે ૪. હાલ ગુજરાતનાં તમામ વિભાગોમાં થતા શોષણ સામે લડવા વિવિધ યુનિયનો બનાવવામાં આવેલ છે જેમાં ગુજરાત પોલીસને પણ યુનિયન બનાવવાનો મૂળભૂત અધિકાર સત્વરે આપવામાં આવે તેવી માંગ સાથે લાઠી તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા લાઠી મામલતદાર વી જે ડેર ને આવેદન પત્ર પાઠવી માંગ કરાય હતી 

Related Posts