અમરેલી

લાઠી તાલુકા નાં આંબરડી ગામે વીજળી પડતાં બે બાળકો સહિત પાંચ નાં મોત 

દામનગર લાઠી તાલુકા નાં આંબરડી ગામે વીજળી પડતાં શ્રમિકો નાં બે બાળકો સહિત પાંચ નાં મોત આંબરડી ગામે કપાસ વીણી ઘર તરફ ફરતા પાંચ શ્રમિક દે પુ સમાજ ના વ્યક્તિ ઓનાં કરુણ મોત થી સમગ્ર પંથક માં ગમગીની વ્યાપી ગઇ હતી બપોર પછી  નાં  ચાર થી પાંચ નાં સમય દરમ્યાન ભારે ગાજવીજ સાથે શરૂ થયેલ વા ઝડી વરસાદ થી ભયંકર રીતે કડાકા સાથે વીજળી ત્રાટકી હતી જેમાં લાઠી તાલુકા નાં આંબરડી ગામે સીમ વિસ્તાર થી ગામ તરફ કપાસ વીણી  ઘેર પરત ફરતા સમયે વીજળી પડતા શ્રમિક  પરિવાર નાં બે બાળકો સહિત પાંચ વ્યક્તિ ઓનાં કરુણ મોત થયા હોવા થી સમગ્ર પંથક માં શોક ની લાગણી પ્રસરી ગઇ હતી મૃતકો માં માત્ર પાંચ વર્ષ માં બે નાના બાળકો  અને તરુણ સહિત કુલ પાંચ વ્યક્તિ ઓનાં મોત નીપજ્યા હતા મૃતકોના નામ ભારતીબેન સાંથળીયા શિલ્પા સાંથળીયા  રૂપાલી દલસુખભાઈ વણોદિયા રિધ્ધિ ભાવેશ સાંથળીયા રાધે ભાવેશભાઈ સાંથળીયા એમ એકજ સમાજ ના પાંચ વ્યક્તિ ઓનાં મોત થયા હતા

Related Posts