fbpx
અમરેલી

લાઠી તાલુકા ના કૃષ્ણગઢ ખાતે તમામ ઘરો માં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકન ગુનિયાના જંતુ નાશક દવા નો છંટકાવ કરવામાં આવેલ હતો

લાઠી ના કૃષ્ણગઢ માં સ્પ્રેઇંગ કામગીરી લાઠી તાલુકા ના કૃષ્ણગઢ ખાતે તમામ ઘરો માં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકન ગુનિયાના જંતુ નાશક દવા નો છંટકાવ કરવામાં આવેલ હતો. જેમાં તમામ ઘરો માં સર્વે કરી મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકન ગુનિયાના ફેલાવતા મચ્છરો ની ઉત્પત્તિ રોકવા અને તેના નાશ માટે આલ્ફાસાયપરમેથ્રીરીન ફ્લો દવા નો છંટકાવ કરી, પાણી ભરવા ના પાત્રો નો ચકાસણી કરી પોરા નાશક એબેટ સોલ્યુશન નાખવા માં આવેલ હતું.

લાંબા સમય સુધી ભરાયેલા રહેતા પાણી ભરવા ના પાત્રો ખાલી કરાવી, ડિસ્કાર્ડ કન્ટેનર નો નાશ કરી, તાવ ના શંકાસ્પદ દર્દીઓ ની લોહી તપાસ કરી સારવાર આપવા માં આવી હતી. ડો. આર આર મકવાણા અને ડો સાગર પરવડિયા ના માર્ગદર્શન હેઠળ બાલ મુકુંદ જાવિયાં, ધર્મેશ વાળા, વિશાલ વસાવડા, મુકેશ વૈષ્ણવ અને આશા બહેનો દ્વારા સમગ્ર કામગીરી ની આયોજન કરેલ હતું.

Follow Me:

Related Posts