લાઠી તાલુકા ના ગ્રામ્ય માં સેવા હી સંગઠન – આસોદર, લુવારીયા સહિત લાઠી તાલુકા ના ગ્રામ્ય માં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના નેતૃત્ત્વ હેઠળ કેન્દ્ર સરકારના સેવાના ૭ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સેવા હી સંગઠન અંતર્ગત લાઠી તાલુકા પંચાયત સદસ્ય જયાબેન લાલજીભાઈ પરમાર અને તેમના પુત્ર સંજયભાઈ પરમાર દ્વારા સ્વખર્ચે રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું.
લાઠી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પુવૅ પ્રમુખ મગનભાઈ કાનાણી, ઓબીસી પ્રમુખ પરેશભાઈ સરવૈયા, તાલુકા પંચાયત સદસ્ય જયાબેન લાલજીભાઈ પરમાર, લાઠી તાલુકા ઠાકોર સેના પ્રમુખ સંજયજી પરમાર લુવારીયા સરપંચ પ્રતાપભાઈ ખુમાણ અને આંસોદર વતની મુળજીભાઈ ચૌહાણ, અને અમિત રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
લાઠી તાલુકા ના ગ્રામ્ય આસોદર લુવારીયા માં સેવા હી સંગઠન અંતર્ગત સ્વખર્ચે રાશનકીટ વિતરણ કરતા અગ્રણી


















Recent Comments