લાઠી તાલુકા ના જરખિયા કાકડીયા પરિવાર દ્વારા ૧૧ કુંડી યજ્ઞ સંપન્ન
લાઠી ના જરખીયા ગામે કાકડીયા પરિવાર ના કુળદેવી બ્રહ્માણી ખોડીયાર માતાજી મંદિરે ૧૧ કુંડી યજ્ઞ યોજાયો…અમરેલી જીલ્લા ના લાઠી તાલુકાના જરખીયા ગામે કાકડીયા પરિવાર ના કુળદેવી બ્રહ્માણી ખોડીયાર માતાજી મંદિરે કારતક શુદ આઠમને તા૧૧/૧૧/૨૧ ગુરુવારે ૧૧ કુંડી નવચંડી હોમાત્મક યજ્ઞ યોજાયેલ તેમજ બપોરે વિશાળ સંખ્યામાં કાકડીયા પરિવાર ના ભાઈઓ બહેનો બાળકોએ ભોજનપ્રસાદ લીધેલ,રસોઈ ના દાતા મોહનભાઈ ખોડાભાઇ કાકડીયા હસ્તે ભરતભાઇ મોહનભાઈ કાકડીયા રહેલ, તા૧૦/૧૧/૨૧ બુધવારે રાત્રે લોકડાયરામા બીપીનભાઈ કાકડીયા હાસ્ય કલાકાર, શંકરદાન ગઢવી, કાજલબેન વઘાસીયા, મનીષાબેન પરમાર, દયાબેન ડાભી,કેસવજી સહિતના કલાકારો એ ડાયરાની જમાવટ કરેલ સંતો મહંતો ઉપસ્થિત રહેલ જેમા સુરત પવઁત કેન્દ્ર વરાછા બ્રહમાકુમારી કૃપાલીબેન(જે જરખીયા ના વતની છે સભાયા ધનસુખભાઈ ની પુત્રી),મહંતશ્રી પ.પૂ.બાબુભગત(ધનાભગતની જગ્યા ધોળા),સુરજગીરીબાપુ બોડીયા હનુમાન, ઘોહાભગત, રમેશગીરી શિવ મંદિર પુજારી ઉપસ્થિત રહેલ .
યજ્ઞ દરમ્યાન સંતો મહંતો ઉપસ્થિત રહેલ જેમા પ.પૂ.જયેન્દ્રબાપુ ગુરુ શ્રી ગોકળદાસબાપુ(સાકેતધામ-નાની કુકાવાવ), પધરામણી કરી દશઁન પ્રવચન આપી આશિઁવચન પાઠવેલ અને માતાજી ના ભુવા પરસોતમભાઇ અને ભનુભાઇ કાકડીયા,સુરાપુરાના ભુવા મનુભાઇ કાકડીયા, લોકડાયરાના દાતા ઇશાનભાઇ કાકડીયા-સંજયભાઇ કાકડીયા (રામદેવ સોપારી-સુરત જરખીયા વાળા)ઉપસ્થિત મહાનુભાવો કાકડીયા પરિવાર ના ગૌરવ સમાન પ્રાગજીભાઇ ગોબરભાઈ કાકડીયા-અમદાવાદ,વી.ડી.જાલાવડીયા ધારાસભ્ય કામરેજ, મનુભાઇે ગોબરભાઈ કાકડીયા (પ્રમુખ શ્રી અમરેલી જી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ),કનુભાઇ જીવરાજભાઈ કાકડીયા સુરગપરા, પ્રોફેસર બળવંતભાઈ વ્યાસ મંગલદીપ હોસ્પિટલ સુરત,ધીરુભાઈ વીરાણી બાઢડા,ભરતભાઇ સુતરીયા,રાજુભાઇ ભુતૈયા, હરેશભાઈ ડી.કાકડીયા (સરપંચ શ્રી જરખીયા),મથુરભાઈ કાકડીયા (મંડપ ડેકોરેશનના દાતા ચલાલા),મધુભાઇ સુતરીયા,અરજણભાઈા કોટડીયા, લાલજીકાકા તેમજ કરશનભાઈ સહિત મહાનુભાવો તેમજ જરખીયા ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ.યજ્ઞના મુખ્ય પાટલાના યજમાન વિમલભાઇ હરસુરભાઇ કાકડીયા (જાંબાળા હાલ અમદાવાદ )નુકશાન એન્ટરપ્રાઇઝ ગાધીનગર, કંકોતરી ના દાતા રાધે ફેશન,યજ્ઞના આચાર્ય બિપીનભાઇ જોષી તેમજ સમગ્ર આયોજન ને સફળ બનાવવા માટે શ્રી જયસુખભાઈ લાલજીભાઈ કાકડીયા ના માગઁદશઁન નીચે ખોડીયાર યુવક મંડળ ના તમામ યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ
Recent Comments