લાઠી તાલુકા ના જાનબાઈ દેરડી ગામે રાજકોટ ભાવનગર હાઇવે પર ખાનગી ટ્રાવેલ્સની બે બસો વચ્ચે અકસ્માત
લાઠી દિવાળી ના દિવસે વહેલી સવાર માં લાઠી તાલુકા ના દેરડી જાનબાઈ ગામ ની નજીક ભાવનગર-રાજકોટ હાઈવે પર દેરડી જાનબાઈ થી ૧.૫ કિલોમીટર ના અંતરે ઢસા તરફ હોટેલ નવરંગ પાસે પટેલ ટ્રાવેલ્સ અને સંગે શ્યામ ટ્રાવેલ્સ ની સામસામે અકસ્માત થતા કોઈ મોટી જાનહાની થવા પામેલ નથી… જેમાં સામાન્ય ઇજા થતાં ૧૦૮ ઘટના સ્થળે પહોંચેલ અને સારવાર શરૂ કરેલ આ સાથે ઘટના ની જાણ થતાં વહેલી સવાર માં તાલુકા મામલતદાર વી જે ડેર અકસ્માત સ્થળે પહોંચી જરૂરી તંત્ર સાથે ઇજા ગ્રસ્તો ની સારવાર શરૂ કરાવેલ મહેસુલી તલાટી.ચાંવડ ખાતે ૧૦૮ ટિમ અને સ્થાનિક તંત્ર એ નાની મોટી ઇજા પામેલ મુસાફરો ને તાકીદે સારવાર કરાવેલ હતી
Recent Comments