લાઠી તાલુકા ના ભિંગરાડ મુકામે સગર્ભા આરોગ્ય તપાસ કેમ્પ લાઠી તાલુકા ના ભિંગરાડ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે સગર્ભા બહેનો ની આરોગ્ય તપાસ કેમ્પ ની આયોજન. કરવા માં આવેલ હતું. જેમાં પેટા આરોગ્ય કેન્દ્ર ના તમામ ગામો ની સગર્ભા બહેનો ને સરકારી વાહનો માં પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ આવી નિષ્ણાત તબીબો દ્વારા આરોગ્ય તપાસ કરી, સિકલ સેલ એનિમિયા નામની ગંભીર પ્રકારના ના રોગ ની લેબોરેટરી તપાસ કરવા માં આવી હતી. જરૂરિયાત વાળા તમામ બહેનો ની સારવાર અને એનિમિયા ની સગર્ભાવસ્થા દરમિયાન થતી ઘાતક અસરો નિવારવા રાખવા માં આવતી કાળજી વિશે આરોગ્ય શિક્ષણ આપેલ હતું. ડો. આર. આર મકવાણા અને ડો. સાગર પરવડિયા ના માર્ગદર્શન હેઠળ સમગ્ર કામગીરી વિશાલ વસાવડા, ઉર્વી ઉપાધ્યાય, રિઝવાન ખોજા, નેહલબેન, ખ્યાતીબેન, કોકિલાબેન અને આશા બહેનો દ્વારા કરવા માં આવી હતી.
લાઠી તાલુકા ના ભિંગરાડ મુકામે સગર્ભા આરોગ્ય તપાસ કેમ્પ

Recent Comments