લાઠી તાલુકા ના રાભડા ગામે કોવિડ ૧૯ સામે રક્ષા રક્ષાત્મક રસીકરણ કેમ્પ યોજાયો
લાઠી તાલુકા ના રાભડા પ્રાથમિક શાળામાં કોરોના વેકસિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાભડા ગામમાં કોરોના વેકસિનનું આયોજન આરોગ્ય ટીમ દ્રારા કરવામાં આવ્યું હતું.આ વેકસિન કેમ્પમાં મહિલાઓ અને પુરુષોને ને મોટિવેટ કર્યા હતા ખુબ જ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. જેમને રસી લીધી હતી તેમને પણ કોઈ આડઅસર થઈ ન હતી તેવા બધાના મંતવ્યો હતા.અને અત્યાર સુધીમાં રાભડા ગામમાં ૧૭૦ લોકોએ રસી લઈ લીધી છે. અને આવનારા સમયમાં પણ વેકસિનેશનનું આયોજન કરીશું જે લોકો બાકી છે તેમને પણ અમે રસીકરણનો લાભ અપાવીશુ તેમ વાત કરતા યોગ કોચ જયદીપભાઈ ચૌહાણ લાઠી આરોગ્ય ટીમ અને ગામ લોકોએ ઉત્સાહભેર રસીકરણ ના ફાાયદા ઓની વાત થી અવગત કર્યા હતા રસીકરણ કરાવા બદલ ગામનાં લોકો પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરાય
Recent Comments