લાઠી તાલુકા ના રાભડા-ભટ્ટવદર ગામે જનકભાઈ તળાવીયા ની આગેવાની હેઠળ ઈ-શ્રમ કાર્ડ કાઢવાના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
લાઠી તાલુકાના રાભડા-ભટ્ટવદર ગામે ભાજપ અગ્રણી અને પૂર્વ પ્રમુખશ્રી તાલુકા પંચાયત લાઠી જનકભાઈ પી. તળાવીયા ની આગેવાની હેઠળ ઈ-શ્રમ કાર્ડ કાઢવાના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.લાઠી તાલુકાના સાવ છેવાડા નું ગણાતું ભટ્ટવદર ગામે તાલુકાનાં છેવાડા ના ગામનાં નાના મા નાના લોકો સરકારશ્રી ની યોજનાં ના લાભ થી વંચિત ન રહી જાય તેવા હેતુ થી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ જનકભાઈ દ્વારા ઇ-શ્રમ કાર્ડ ના ફાયદા વિશે માહિતી આપવામા આવી હતી આ કેમ્પમાં જનકભાઈ પી તળાવીયા સહિત લાઠી તાલુકા ભાજપ મહામંત્રી દિનેશભાઇ જમોડ, લાઠી તાલુકા પંચાયત ભટ્ટવદર ગામનાં સરપંચશ્રી અશ્વીનભાઇ ગોળકીયા, ભરતભાઈ સામજીભાઇ સોલંકી, હનીફભાઇ ડોડીયા, ભરતભાઈ રાઠોડ, સંજયભાઈ ગોહિલ, બળદેવભાઈ ગોહિલ, મયુરભાઈ ડાભી, છગનભાઈ સોલંકી, નરેશભાઇ સોલંકી, ગફારભાઈ પઠાણ, કનકસિંહ ગોહિલ, સહિતના ભાજપના આગેવાન અને કાર્યકર્તાઓ અને ઈ-શ્રમ કાર્ડ કાઢવા આવેલા ઓપરેટરશ્રી કિશનપરી ગોસાઈ દ્વારા આ કેમ્પના આયોજન ને સફળ બનાવવા આવ્યો હતો.આ ઈ-શ્રમ કાર્ડ કાઢવામાં ભટ્ટવદર ગામનાં ઘણાં બધા લોકોએ લાભ લીધો હતો અને સરકારશ્રી ની આ યોજનાનો ઘરબેઠા લાભ મળતા ગ્રામજનો દ્વારા જનકભાઈ તળાવીયા તેમજ સાથી મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Recent Comments