અમરેલી

લાઠી તાલુકા પેન્શનર સમાજ ની રિવ્યુ બેઠક માં. એમ ડી તલસાણીયા નું “સરવાણી નો વીરડો” પુસ્તક વિમોચન

લાઠી તાલુકા પેન્શનર સમાજ ની શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે પ્રમુખ જે એન ભાલાળા ની અધ્યક્ષતા માં રિવ્યુ બેઠક યોજાઇ એમ ડી તલસાણીયા દ્વારા સમૂહ પ્રાર્થના બાદગત ૩૧ મી વાર્ષિક સાધારણ સભા ની રિવ્યુ ફીડબેક બેઠક માં  લાઠી લાલજીદાદા ના વડલા ખાતે તા.૧૪/૦૪/૨૪ ને રવિવારે મળેલ વાર્ષિક સાધારણ જનરલ સભા માં મળેલ અકલ્પનિય સહકાર બદલ ઉદારદિલ દાતા પનારા પરિવાર ધોળકિયા પરિવાર ના નાના મોટા સૌ કોઈ સહયોગી પ્રત્યે પેન્શનર સમાજ ના પ્રમુખ જે એન ભાલાળા સાહેબે આભાર પ્રગટ કરતા વિસ્તૃત માહિતી આપી જનરલ વાર્ષિક સાધારણ સભા માં સેવાનિવૃત્તિ પછી પણ પેન્શનર સમાજ માટે ઉદારતા દર્શાવતા ભોજન પ્રસાદ ના પનારા પરિવાર ની સરાહના કરાય હતી

દુરસદુર થી ગુજરાત રાજ્ય ભર માંથી પેન્શનર સમાજ ના સંગઠનો માટે કામ કરતા અનેક મહાનુભવો આમંત્રિત મહેમાનો ની હાજરી અને સંતોક બા મેડિકલ સેન્ટર લાલજીદાદા ના વડલા ખાતે શ્રી રામકૃષ્ણ ઓડિટોરિયમ હોલ સાઉન્ડ સિસ્ટમ સહિત ની નિઃશુકલ સેવા ઓ પેન્શનર સમાજ પ્રત્યે ની ઉદારતા દાખવનાર નાના મોટા સૌ કોઈ સહયોગી દાતા ઓ પ્રત્યે સમગ્ર લાઠી તાલુકા પેન્શનર સમાજે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે ૦૨/૦૫/૨૪ ના રોજ રિવ્યુ બેઠક માં તાલુકા પેન્શનર સમાજ ના પ્રમુખ જે એન ભાલાળા બી જી અગ્રાવત એમ ડી તલસાણીયા બી સી ભટ્ટ એલ બી પંડયા આર સી દવે બી એલ ડેર  સી પી ત્રિવેદી  બી વી મકવાણા એમ પી માંડાણી સદસ્ય સાવલિયા પ્રમોદભાઈ જોશી  સહિત અસંખ્ય સદસ્ય બહેનો ની ઉપસ્થિતિ માં રિવ્યુ બેઠક માં એમ ડી તલસાણીયા સાહેબ ના “સરવાણી નો વીરડો” પુસ્તક વિમોચન વિધિ કરાયો હતો બાબુભાઈ મકવાણા બાદલભાઈ ભટ્ટ અને પ્રમુખ જે એન ભાલાળા સહિત પેન્શનર સમાજ ના કારોબારી સદસ્ય ની વિશાળ ઉપસ્થિતિ માં યોજાયેલ રિવ્યુ બેઠક અને પુસ્તક વિમોચન વિધિ સંપન્ન થઈ હતી પેન્શનર સમાજ ના વી ડી ભટ્ટ ની ૫૦ મી મેરેજ એનિવર્સીટી પ્રસંગે ભટ્ટ પરિવાર ના સૌજન્ય થી પેન્શનર સમાજ ની રિવ્યુ બેઠક માં ઉપસ્થિત સર્વ પેન્શનરો ને ભોજન પ્રસાદ ની સેવા અપાઈ હતી 

Follow Me:

Related Posts