લાઠી તાલુકા માં કોરોના અંગે મોકડ્રિલ યોજાય
લાઠી તાલુકા માં કોરોના અંગે મોકડ્રિલ લાઠી તાલુકા ની તમામ આરોગ્ય સંસ્થાઓ માં આજરોજ કોરોના ની અગમચેતી ના ભાગ રૂપે મોકડ્રિલ નું આયોજન કરવા માં આવેલ હતું. જેમાં સ્થાનિક પદાધિકારીઓ અને આરોગ્ય ના અધિકારીઓ ની હાજરી માં તમામ આરોગ્ય સંસ્થાઓ માં ઑક્સિજન પ્લાન્ટ, સિલિન્ડર અને કોન્સનટ્રેટર ની કાર્યક્ષમતા અને જથ્થો ચકાસી, વોર્ડ વ્યવસ્થા અને દવાઓ ના પુરવઠા અંગે આકલન કરેલ હતું.
લાઠી જનરલ હોસ્પિટલ, દામનગર સામૂહિક આરોગ્ય કેન્દ્ર, આંસોદર, મતિરાળા, ઝરખીયા અને ચાવંડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર દ્વારા સંભવિત કોરોના ની પરિસ્થિતિ ને પહોંચી વળવા માટેની તૈયારીઓ ની માહિતી આપી હતી. ભરતભાઈ સુતરીયા, પ્રવીણભાઈ કાકડીયા, હિંમતભાઈ એવિયા, ભરતભાઈ પાડા વગેરે પદાધિકારીઓ અને જયેશ રાજ્યગુરુ, બાલમુકુંદ જાવિયા વગેરે કર્મચારીઓ હાજર રહ્યા હતા.
Recent Comments