fbpx
અમરેલી

લાઠી તાલુકા માં તારફેન્સીગ યોજના ની ઓનલાઈન પોર્ટલ સાઈડ એક કલાક માંજ બંધ કરાય

લાઠી તાલુકા માં તારફેન્સીગ યોજના ની ઓનલાઈન પોર્ટલ સાઈડ એક કલાક માં બંધ કરાયલાઠી ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ખેતર ફરતા તાર ફેન્સીંગની યોજના નું ઓનલાઈન સાઈડ ખોલવામાં તો આવી માત્ર એક કલાકની અંદર જ સાઈડ બંધ કરવામાં આવી આ પોર્ટલ બંધ થતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. જેની રજૂઆત ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સમક્ષ શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ દ્વારા ગુજરાત સરકાર તરફથી મળતી કોઈપણ યોજનામાં પોર્ટલ ની ઓનલાઇન અરજી વધારે ખોલવામાં આવે તો જ ખેડૂતોને લાભ મળી શકે ખેડૂત ઓનલાઇન અરજી માટે જ્યાં વીસીએ પાસે ગ્રામ પંચાયતમાં આવે ત્યાં તો પોર્ટલ બંધ કરી દેવામાં આવે ખરેખર ખેડૂતોને આના માટે વધારે સમય આપવો જોઈએ તો જ ખેડૂતોને લાભ મળી શકે તેવી રજૂઆત શાખપુર સરપંચ શ્રી જસુભાઇ ખુમાણ દ્વારા કરવામાં આવી છે

Follow Me:

Related Posts