અમરેલી

લાઠી તાલુકા માં “માં” જેટલું સ્તર ધરાવતા માસ્તરો નું શ્રેષ્ટ શેરી શિક્ષણ

લાઠી બ્લોકમાં પ્રાથમિક શિક્ષકો દ્વારા શ્રેષ્ઠ શેરી શિક્ષણ શિક્ષક પોતાની ફરજ કયારેય ચૂકતો નથી . લાઠી તાલુકાના શિક્ષકોએ આ બાબત સિધ્ધ કરી છે . અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શિક્ષકોએ કોરોના મહામારીના કારણે બાળકો માટે શાળાઓ બંઘ છે . પરંતુ શિક્ષણ નહી . એ ઉકિત આ તાલુકાના શિક્ષકોએ અપનાવી સાર્થક કરી છે . આ મહામારીમાં પણ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચીત ન રહી જાય તે માટે ટી.પી.ઇ.ઓ. ગોપાલભાઈ અઘેરા , તથા બી.આર.સી.કો -ઓર્ડીનેટર સલીમભાઇ લોહીયા દ્રારા પ્રેરણા પ્રોત્સાહન તથા માર્ગદર્શન આપી શિક્ષણ જયોત પ્રજવલ્લીત કરવામાં આવી રહી છે . લાઠી તાલુકાની ૬૮ શાળાઓમાં ૪૧ ર શિક્ષકો દવારા ૧૦૩ ૮ ર વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ ફળીયા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે . કોવિડ -૧૯ ની ગાઇડ લાઇનનું પાલન કરી વિદ્યાર્થીઓ વધુને વધુ શેરી શિક્ષણમાં જોડાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે . શિક્ષકો બાળકોના ઘરે ઘરે જઇને બાળકને શેરી શિક્ષણના માધ્યમથી ભણતર તથા જીવન ઘડતરના પાઠો શીખવી રહયા છે . શેરી શિક્ષણને ખુબજ સારી કામગીરી બદલ તાલુકા સંઘના પ્રમુખ હિતેષભાઇ સોરઠીયા દ્વારા ખુબ ખુબ શુભેચ્છાઓ આપવામાં આવેલ . સી.આર.સી.કો – ઓર્ડીનેટર શૈલેષભાઇ વિસાણી અને વિનય પટેલ દ્વારા જ્ઞાનસેતુ કાર્યક્રમ અંતર્ગત દરેક એકમની વિસ્તૃત સમજ આપવામાં આવી 

Related Posts