અમરેલી

લાઠી તાલુકા માં વિશ્વ ડેન્ગ્યુ દિવસ ની ઉજવણી એબેટ સોલ્યુશન નાખી મચ્છરો ની ઉત્પત્તિ અટકાવી 

અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ ની સૂચના થી લાઠી તાલુકા ના તમામ ગામો અને આરોગ્ય કેન્દ્રો માં વિશ્વ ડેન્ગ્યુ દિનની ઉજવણી કરવામાં આવેલ. જેમાં અલગ અલગ ટીમ દ્વારા તમામ ગામમાં પોરાનાશક કામગીરી કરી, વોટર કન્ટેનર ડીસ્કાર્ડ કરી, બંધિયાર પાણી ના નિકાલ ની વ્યવસ્થા કરી તેમાં એબેટ સોલ્યુશન નાખી મચ્છરો ની ઉત્પત્તિ થતા અટકાયતી પગલાં લેવા માં આવ્યા હતા. તેમજ દરેક આરોગ્ય કેન્દ્રો માં અગાસી અને આસપાસ માં વિસ્તારો માં બ્લોકેજ દૂર કરવા માં આવેલ. ઉપરાંત દરેક ગામો માં આઈ.ઈ.સી. પ્રવૃત્તિ કરવામાં આવેલ. સમગ્ર કામગીરી તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર  આર મકવાણા અને આરોગ્ય કેન્દ્રો ના મેડિકલ ઓફિસરોના માર્ગદર્શન હેઠળ સુપરવાઈઝર અને આરોગ્ય કર્મચારી ઓ દ્વારા કરવામાં આવી હતી.

Related Posts