અમરેલી

લાઠી તાલુકા માં વિશ્વ તમાકુ નિષેધ દિન ની ઉજવણી

દુનિયાભરમાં દર વર્ષે ૩૧ મે નાં રોજ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવાનો ઉદ્દેશ્ય તમાકુનાં ખતરા વિષે જાગરૂકતા ફેલાવવાનો છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, દર વર્ષે લગભગ ૮૦ લાખ લોકોનું મૃત્યુ તમાકુનાં સેવનથી થનાર બીમારીઓને કારણે થાય છે. તમાકુનાં સેવનથી હૃદય રોગ, સ્ટ્રોક, કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારીઓ થાય છે. તેના ઉપક્રમે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ અને ડો. એમ પી  કાપડિયા ની સૂચના થી ડો. આર. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ આજ રોજ લાઠી તાલુકા માં આરોગ્ય વિભાગ દ્વારા રેલી નું આયોજન કરી, જાહેર સ્થળો પર પત્રિકા વિતરણ ની સાથે માઇક પ્રચાર કરી લોકો ને તમાકુ ની બનાવટો થી થતા નુકસાન વિશે સમજાવવા માં આવ્યા હતા. ઉપરાંત, લાઠી શહેર માં જાહેર પ્રતિબંધિત સ્થળો પર ધૂમ્રપાન કરનારને નિયમાનુસાર દંડ વસૂલ કરેલ હતો. આ રેલી માં ડો. હસમુખ સોલંકી, ડો. પારુલ દંગી, ભરતભાઈ સોલંકી, જયસુખ ધાંધાલ્યા અને આશા બહેનો જોડાયા હતા.

Related Posts