fbpx
અમરેલી

લાઠી તાલુકા માટે મંજુર સમ્પ વડીયા સ્થળાંતર કેમ?

અમરેલી જાગૃત સામાજિક  અગ્રણી નાથાલાલ સુખડીયા ની ગુજરાત રાજ્ય ના મહામાહિમ રાજ્યપાલ અને મુખ્ય મંત્રી સમક્ષ લેખિત ફરિયાદ  જિલ્લામાં પગારદાર સેવકો પ્રભારીમત્રીશ્રી, ધારાસભ્યશ્રી અને સંસદશ્રી ફરજ બેદરકારીના કારણે સરકારી યોજનાકીય કરોડોના કામોનુ આયોજન અને અમલીકરણ ન થવાથી આ બધા જવાબદાર પગારદાર સેવકોના પગાર સુવિધામાં કપાત કરી કડક કર્યાવાહી કરવા સારુ.ગુજરાત રાજયના પગારદાર સેવકો પૈકીના પ્રભારી મંત્રીશ્રી અમરેલી સાંસદ અમરેલી અને ધારાસભ્યની જવાબદારીમાં બેદરકારીના કારણે સરકારી યોજનાકીય કરોડોના ગ્રામ્ય વિકાસના રોડ રસ્તા અને પાણીના અગત્યના કામો ખોરંભે પડી ગયા છે.

આના કારણે રાજય અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી સેવાકીય અને યોજનાકીય પ્રવૃતિ અમરેલી જિલ્લામાં અટકી પડેલ છે. અમરેલી જિલ્લામાં એ.ટી.વિ.ટી યોજના અમલ માટેની કાર્યવાહક સમિતિમાં બિનસરકારી પ્રતિનીધીઓની નિમણુંક ન થવાથી અમરેલી જિલ્લાના તમામ તાલુકાના અંદાજે ૧૫ કરોડના કામોનું વર્ષ ૨૦૨૨/૨૩ નું આયોજન અને અમલીકરણ અટકી જવાથી ગ્રામીણ વિકાસ અટકી ગયો છે તેમજ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ડિવિઝન – અમરેલી માં કાર્યપાલક ઈજનેરની અણઆવડત ના કારણે ટેન્ડર થયેલ ૪૨ ગામોના પીવાના પાણીના સંપના કામો છેલ્લા આઠ મહિનાથી એજન્સી એગ્રીમેન્ટ ન કરવાના બહાનાતળે ખોરંભે પડેલ છે.

અમરેલી જિલ્લામા કાળુભાર યોજના અંતર્ગત ચાંવડ ખાતે લીલીયા લાઠીના ગામો માટે મંજુર થયેલ વર્ષે ૧.૧.૨૦૧૫ ના ૨ કરોડ લીટર પીવાના પાણીના સંપનુ ચાવંડ ખાતે નિર્માણ કરવાની જગ્યાએ જે તે સમયે વડીયા ચોકી ઉજળા ખાતે નિર્માણ કરવાની જગ્યાએ જે તે સમયે વડીયા ચોકી ઉજળા ખાતે વર્ષ ૧૦/૬/૨૦૧૮ ના આ કામ બનાવી હાલ સુધી આ ૨ કરોડ લીટર પાણીનો સંપ પડતર પડેલ છે સરકારી નાણાનો ૧૦૦% દુરપયોગ કરી નાખેલ છે. તેમજ પાણી પુરવઠા બોર્ડ વિ.૨ કાર્યપાલક ઈજને૨કચેરીમાં કલાર્કની ઓફીસમાં પણ A/C એરકંડીશન લગાવી સરકારી વિજળી ભારણ નિયમ વિરૂધ્ધ ખર્ચો કરી સરકારી યોજનામાં ધ્યાન આપતા નથી.

આ બધી જ બાબતો તપાસવી અને ગંભીર છે અને આ કામે પ્રભારી મંત્રી ધારાસભ્ય અને જ સાંસદશ્રી ની ફરજ બને છે તેમ છતા તેઓ પ્રજાલક્ષી કામોમાં ઉદાસીન બની સ૨કા૨ી લાખોનો પગાર સુવિધાઓ મેળવી નુકશાન કરી રહયા હોય આની સામે પણ પગાર રીકવર કરવા કડક આદેશ થવા વિનંતી સાથે લેખિત ફરિયાદ કરી બેદરકારી સબબ શિક્ષાત્મક પગલાં ની માંગ કરાય છે.

Follow Me:

Related Posts