લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ પ્રેરિત નેત્રરક્ષા અભિયાન નો સુરત થી તા.૩૦ મેં ના રોજ પ્રારંભ થઇ માદરે વતન આવશે તાલુકા ના શહેરી અને ગ્રામ્ય માં ૨૧ દિવસ અવિરત ચાલશે યુનિવર્સલ અમેઝીગ વલર્ડ રેકોર્ડ એવોર્ડ એનાયત
લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ સુરત પ્રેરિત નેત્રરક્ષા અભિયાન સમિતિ ૨૦૨૨ અને લોકદ્રષ્ટિ ચક્ષુબેંક ના સહયોગ થી નેત્રરક્ષા અભિયાન નો ૩૦/૫/૨૨ થી સુરત થી પ્રારંભ થઈ માદરે વતન લાઠી તાલુકા ના ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં ત્રીસપ્તાહ ૨૧ દિવસ નેત્રરક્ષા અભિયાન ચાલશે સુરત સ્થિત લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ અને સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ એવમ ઉદારદિલ દાતા ઓના આર્થિક સહયોગ થી ૨૧ દિવસ અવિરત નેત્રરક્ષા અભિયાન ચાલશે યુનિવર્સલ અમેઝીગ વલર્ડ રેકોર્ડ એવોર્ડ એનાયત કરશે આંખ એ અણમોલ રતન રતન નું જતન કરી એ તેવા ઉમદા હેતુ એ સુરત થી પ્રારંભ થઇ માદરે વતન આવી રહેલ નેત્રરક્ષા અભિયાન ૨૦૨૨ માટે ગામડે ગામડે સ્વંયમ સેવી યુવાનો માં અદમ્ય ઉત્સાહ સુંદર સંકલન રોજ ત્રણ ગ્રામ્ય માં અતિ અદ્યતન ટેકનોલોજી સાથે નિષ્ણાંત તબીબી સ્ટાફ દ્વારા નેત્રરક્ષા તપાસ સારવાર અને માર્ગદર્શન કર્મસ્તુ કૌશલ્યમ સર્વ ની કુશળતાજ ધર્મ થી આ અભિયાન ૨૧ દિવસ અવિરત ચાલશે તા.૩૦/૫/૨૨ ના રોજ રામકૃષ્ણ એક્સ પોર્ટ ના મોભી ગોવિદભાઈ ધોળકિયા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા પદ્મશ્રી મથુરભાઈ સવાણી ડો પ્રફુલભાઈ શિરોયા ધનજીભાઈ રાખોલીયા ઘનશ્યામભાઈ શંકર દિનેશભાઇ નાવડીયા સહિત ના મહાનુભવો ના હસ્તે સુરત સમસ્ત પાટીદાર સમાજ વાડી આંબાતલાવડી ખાતે થી પ્રારંભ કરાશે નેત્રરક્ષા અભિયાન ૨૦૨૨ ના અનેકો ઉદારદિલ દાતા રત્નો ના સહયોગ થી અને સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ લોકદ્રષ્ટિ ચક્ષુબેંક લેઉવા પટેલ પ્રગતિ મંડળ દામનગર કિરણ હોસ્પિટલ સુરત સંતોક બા મેડિકલ સેન્ટર લાલજી દાદા નો વડલો સિવિલ હોસ્પિટલ અમરેલી સંત શ્રી રણછોડદાસ બાપુ હોસ્પિટલ રાજકોટ કોનીયલ અંધત્વ નિવારણ ભારત શ્રી અંટાળેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ સહિત અનેકો સંસ્થા તાલુકા ભર ના સુરત મુંબઈ અમદાવાદ સહિત ના શહેરો માં રહેતા ઉદારદિલ દાતા ઉદ્યોગ રત્નો ની ઉદારતા એ આરંભાયેલ નેત્રરક્ષા મહાઅભિયાન માં આંખ ની મહતા સાથે ચક્ષુદાન પ્રવૃત્તિ ને વેગ જનજાગૃતિ મળશે લાઠી તાલુકા ના અનેકો ગ્રામ્ય દાતા ઓના આર્થિક સહયોગ થી લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ નું બેનમૂન આયોજન કરાયું
Recent Comments