અમરેલી

લાઠી તાલુકા શિક્ષણ સંઘ દ્વારા ધારા સભ્ય વિરજીભાઈ ઠુંમર ને આવેદન પત્ર પાઠવતા શિક્ષકો

લાઠી તાલુકા શિક્ષક સંધ દ્વારા ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર ને આવેદન પત્ર પાઠવી ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ માં અવાજ પહોંચાડી નવી પેન્શન યોજના બંધ કરી જુની પેન્શન યોજના ચાલુ કરવાનાં આવેદન પત્ર પાઠવી જણાવવાનું કે આ સાથે લાઠી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી નવી પેન્શન યોજના બંધ કરી જુની પેન્શન યોજનો ચાલુ કરવા ની માંગ કરાય તા .૦૧ / ૦૪ / ૨૦૦૫ થી નવી પેન્શન યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે ત્યારે તા .૦૧ / ૦૪ / ૨૦૦૫ પહેલા નોકરીમાં જોડાયેલા શિક્ષકો જુની પેન્શન યોજના મેળવવા હકકદાર છે જ તેજ પ્રમાણે તા .૦૧ / ૦૪ / ર૦૦પ પછી સેવામાં જોડાયેલા શિક્ષકોને પણ જુની પેન્શન યોજનાનો લાભ આપવા માંગણી કરેલ છે . કારણ કે , ૦૧/૦૪/૨૦૦૫ પછી જોડાયેલા શિક્ષકો ૩૦ થી ૩૫ વર્ષ જેટલી નોકરી પુર્ણ કરી જયારે નિવૃત થાય છે ત્યારે નવી પેન્શન યોજનામાં નજીવી રકમ મળે છે જે રકમથી શિક્ષકને પરિવાર સાથે ગુજરાન ચલાવવું ખુબ જ મુશ્કેલ બને તેમ છે . જુની પેન્શન યોજનાના ચાલુ કરવા શિક્ષકો વિવિધ સ્તરે રજુઆતો / આંદોલન કાર્યક્રમો ચલાવી રહ્યા છે જેના પરિણામે કેટલાક રાજયોમાં જુની પેન્શન યોજનાની અમલવારી કરવામાં આવી રહી છે . હાલમાં ગુજરાતમાં નવી પેન્શન યોજના અમલી છે તેની જગ્યાએ અન્ય રાજયો ની જેમ જુની પેન્શન યોજના ચાલુ કરવા ગુજરાતના બે લાખ પ્રાથમિક શિક્ષકોની લાગણી આવેદનપત્ર સાથે રજુ કરેલ આ અંગે યોગ્ય વિચારણા કરી ગુજરાતના બે લાખ શિક્ષકોની માંગણી સંતોષી અન્ય રાજયો ની જેમ ગુજરાતમાં પણ જુની પેન્શન યોજના ની અમલવારી કરવામાં આવે તેવી પત્રથી રજુઆત કરાય હતી પ્રમુખ હિતેષભાઇ સોરઠીયા મંત્રી હરેશભાઇ રૂપાલા લાઠી તાલુકા શિક્ષક સંધ ના શિક્ષક શ્રી ઓ એ આવેદન પત્ર પાઠવી બુલંદ માંગ કરી હતી 

Related Posts