લાઠી તાલુકાનો જુન-૨૦૨૩ માસનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૮ જુન, ૨૦૨૩ને બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે મામલતદાર કચેરી, લાઠી ખાતે યોજવામાં આવશે. તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદાર અગત પ્રશ્ન રજૂ કરવા માંગતા હોય તો મોડામાં મોડા તા.૧૭ જુન,૨૦૨૩ને શનિવાર રોજ બપોરે ૩ વાગ્યા સુધીમાં રુબરુ અથવા તો પોસ્ટ મારફત મળી જાય તે રીતે મામલતદાર કચેરી, લાઠી ખાતે પહોંચાડવી. સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો રજૂ કરવા. અરજીના મથાળે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અવશ્ય લખવાનું રહેશે તેમ મામલતદારશ્રી, લાઠીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઠી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૮ જુનના રોજ યોજાશે


















Recent Comments