લાઠી તેમજ બાબરા તાલુકાના પંથક માંથી નીકળતી ગાગડીયો નદીમા સૌની યોજનાથી પુરતા પ્રમાણમાં પાણી છોડવાની સરકારમા રજૂઆત કરતા ભાજપ અગ્રણી જનકભાઈ પી તળાવીયા.

બાબરા તેમજ લાઠી આ બંને તાલુકા સુકો પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે અને તેની જીવા દોરી સમાન બાબરા તાલુકાનાં ચમારડી, લુણકી, વાંડળીયા, દેવળીયા લાઠી તાલુકા પંથક માંથી પસાર થઇને શેત્રુજી નદીને મળે છે ચોમાસા દરમિયાન આ નદીમાં પાણી નો પ્રવાહ વહેતો રહે છે પરંતુ સુકો પ્રદેશ હોવાના કારણે ઉનાળા ની શરૂઆત મા આ નદી સાવ કોરી ધાખડ બની જાય છે અને છેલ્લા ત્રણ વર્ષથી આ નદીમાં સૌની યોજનાથી પાણી છોડવામાં પણ આવે છે જે સાવ એકજ દિવસ પાણી છોડવામાં કારણે પાણીના તળ ઉંચા આવતાં નથી કે પાણી ની અછત પુરી થતી નથી એક દિવસ પાણી છોડીને બંધ કરી દેવામાં આવે છે જેનાં કારણે પાણી નો ઉપયોગ કરતાં વેડફવા મા જતો જણાય છે ત્યારે આ બંને તાલુકા ના લોક માંગણીને તાત્કાલિક ધોરણે ધ્યાનમાં લઈને ભાજપ અગ્રણી અને પૂર્વ પ્રમુખશ્રી તાલુકા પંચાયત લાઠી જનકભાઈ પી તળાવીયા દ્વારા આ ગાગડીયા નદીને સૌની યોજનાથી પુરતા પ્રમાણમાં પાણી છોડવામા આવે અને લાઠી બાબરા તાલુકાના લોકો ને આ યોજનાનો લાભ મળી રહે *હર ઘર જલ* મળી રહે અને કાયમી ધોરણે પાણીનો પ્રશ્ન હલ થાય તેવા લોકહિત માટે ગુજરાત સરકાર પાણી પુરવઠા મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ તેમજ કાર્યપાલક ઈજનેર શ્રી અમરેલીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી.
Recent Comments