fbpx
અમરેલી

લાઠી થી નાના રાજકોટ સુધીનો ૫ ૫૦ કિલોમીટરના માર્ગ નું ખાત મુહૂર્ત કરી કામગીરીનો શુભારંભ કરાયો

લાઠી તાલુકાના નાના રાજકોટ નો ૫.૫૦ કિલોમીટર સુધીનો પેવર માર્ગ કામ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની રજુઆતના કારણે રાજ્ય સરકાર દ્વારા મંજુર કરવામાં આવતા તેનું સ્થાનિક  કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ખાત મુહૂર્ત કરી માર્ગની કામગીરીનો શુભારંભ કરાવ્યો હતો 


    જિલ્લા કોંગ્રેસના ઉપ પ્રમુખ જીતુભાઇ વાળાએ જણાવ્યું  હતું કે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર વિધાનસભાની જાહેરહિસાબ સમિતિના રાજ્યના પ્રવાસમાં હોવાથી ઉપસ્થિત રહી શક્યા નથી તેથી તાલુકા કોંગ્રેસના પ્રમુખ આંબાભાઈ કાકડીયા,તેમજ જિલ્લા કોંગ્રેસના ઉપ પ્રમુખ જીતુભાઇ વાળા સહિતના સ્થાનિક કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા માર્ગ નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું   કોંગ્રેસના અગ્રણી જીતુભાઇ વાળાએ વધુમાં જણાવ્યું હતું કે વિસ્તારના લોકોને વધુ પ્રાથમિક સુવિધાઓ અને સગવડતા પ્રાપ્ત થાય તે દિશામાં ધારાસભ્ય કામ કરી રહ્યા છે અગાવ આ રસ્તામાં નાના રાજકોટ થી પીપળવા ત્રણ કિલોમીટરનો માર્ગ ૪૫ લાખના ખર્ચે બનાવવામાં આવ્યો છે તેમજ આંબરડી  ઢસા જંકશન સાત કિલોમીટરનો માર્ગ ૧ કરોડ ૪૦ લાખ ના ખર્ચે જેમાં ત્રણ માઇનોર બ્રિજ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છેલાઠી થી ઢસા જંકશન જવા માટે લાઠી તાલુકાના પીપળવા,નાના રાજકોટ આંબરડી ના લોકોને સીધો રસ્તો મળશે ધારાસભ્યની રજુઆતના પગલે રોડ રસ્તાઓ મંજુર તથા લોકોને હાલાકીમાં છુટકારો મળતા સ્થાનિક લોકોમાં આનંદ ની લાગણી જોવા મળી રહી છે 


 તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની  સતત રજૂઆત અને ધારાસભ્યની  પોતાના વિસ્તારના રસ્તા માટેની ગ્રાન્ટો પૈકી મંજૂર કરેલા સાડા પંદર કિલોમીટર રસ્તાની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થશે આ રસ્તાને સાડા પાંચ મીટર પહોળાઈ સાથે મંજૂર કરવા માટે ધારાસભ્ય સતત જહેમત ઉઠાવી રહ્યા છે લાઠી અને બાબરા રસ્તાઓ માટે ધારાસભ્ય તરફથી સતત જહેમત ઉઠાવી રાજ્ય માર્ગ મકાન વિભાગ તરફથી મંજૂર કરાવી આ વિસ્તારની જનતા રસ્તા ના લાભો મળેલ છે તેની જનતા ખુશી ની લાગણી અનુભવી રહી છે એકાદ-બે વિરોધ કરનારા વિરોધ કરી રહ્યા છે પરંતુ તે વિરોધ ગણકાર્યા સિવાય ધારાસભ્ય સતત મહેનત કરી રહ્યા છે તેની પણ લોકો નોંધ લઈ રહ્યા છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત આંબાભાઈ કાકડીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીતુભાઈ વાળા નવ નિયુક્ત સરપંચ ભુરાભાઈ કાકડીયા અને ગામલોકો સવારમાં ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય શ્રી ને ફોન ઉપર જાણકારી આપી હતી ધારાસભ્યશ્રી એ આનંદની લાગણી વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ઝડપી આહીર અને ઘુસાભાઈ હેરમાં રાજકોટ કોંગ્રેસ અગ્રણી શીવાભાઈ કાકરીયા હિંમતભાઈ કાકડીયા મગનભાઈ મકવાણા ગોપાલભાઈભરવાડ રમેશભાઈ ગોહિલ જગુભાઈ ભરવાડ રમેશભાઈ સાચાની બાબુભાઈ કાકડીયા અને પુનાભાઈ મારુ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts