લાઠી- દામનગર સ્ટેટ હાઇવેરોડ આઠ કિલોમીટરનો બે કરોડ ના ખર્ચે બનાવશે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ખાત મુહૂર્ત કરી કામગીરીનો શુભારંભ કરાવ્યોલાઠી બાબરા અને દામનગરના માર્ગોનું નવનિકરણ કરવામાં આવી રહ્યું છે વર્ષો જુના માર્ગો ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજ્ય સરકારમાં રજુઆત કરી મંજુર કરાવી કામગીરી શરૂ કરાવતા સ્થાનિક લોકો અને રાહદારીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી લાઠી – દામનગર સ્ટેટ હાઇવેરોડ આઠ કિલોમીટરનો રૂપિયા બે કરોડના ખર્ચે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજ્ય માં મંજુર કરાવી કામગીરી શરૂ કરાવતા વાહન ચાલકોમાં રાહતની લાગણી પ્રસરી ગઈ હતી આ તકે લાઠી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આંબાભાઈ કાકડીયા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ જીતુભાઈ વાળા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા સેજુ નગરપાલિકા સભ્ય કાનજીભાઇ ગાંગડીયા સહિત લાઠી તાલુકાના કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા ભુરખીયા હનુમાન ની પવિત્ર જગ્યા અનેક શ્રદ્ધાળુઓ તેમના દર્શનનો લાભ લઇ રહ્યા છે આ રસ્તો મહત્વનો બનતા અમરેલી થી લાઠી લાઠી થી દામનગર દામનગર થી લીમડા ના રસ્તામાં પણ કામગીરી ચાલુ જ મહત્વનો અને ટૂંકો રસ્તો દામનગર લાઠી સુધીનો પેવર બની રહ્યો હોવાનું ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું
લાઠી- દામનગર સ્ટેટ હાઇવેરોડ આઠ કિલોમીટરનો બે કરોડ ના ખર્ચે બનાવશે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ખાત મુહૂર્ત કરી કામગીરીનો શુભારંભ કરાવ્યો

Recent Comments