અમરેલી

લાઠી નગરપાલિકા દ્વારા રૂપિયા ૬ કરોડ થી વધુ ના વિકાસ કામો નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા

લાઠી નગરપાલિકા દ્વારા ગુજરાત સરકાર ની વિવિધ વિકાસ લક્ષી ગ્રાન્ટ માંથી રૂપિયા ૬ કરોડ થી વધુ રકમ ના વિકાસ કામો ના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરાયા હતા લાઠી શહેર માં ધારાસભ્ય જનકભાઈ તળાવીયા ના વરદહસ્તે  તેમજ અનેકો અગ્રણી ઓ અમરેલી જીલ્લા ભાજપ ના પ્રમુખ રાજેશભાઇ કાબરિયા  જીલ્લા પંચાયત ના જીતુભાઈ ડેર જીલ્લા પંચાયત ના સભ્ય ભરતભાઇ સુતરિયા જિલ્લા ભાજપ મંત્રી રાજુભાઇ ભુવા, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઇ નાઢા,તેમજ નગરપાલિકા ના સભ્યો ભરતભાઇ પાડા, રાજુભાઇ મોતીસરીયા, નરેન્દ્રભાઈ ગોહિલ, મુન્નાભાઈ મકવાણા, ચીમનભાઈ સેજુ, વજુભાઇ શકર,  કલ્પેશભાઈ મેતલીયા, ઇકબાલ લકીયારી, ભીમભાઈ બોરીચા, મગનભાઈ મકવાણા, કનુભાઈ ગાંગડીયા, ભુપેન્દ્રભાઈ સેજુ, લક્ષમણભાઈ,  શહેર ભાજપ ના હોદેદારો જયેશભાઇ ઠાકર, મુકેશભાઈ બોરીચા, ઓઘભાઈ , રાજુભાઇ રિજિયા, ઇતેશભાઈ મહેતા,  ચેમ્બર ના મેઘાભાઈ ડાંગર કર્મચારીઓ, અગ્રણીઓ તેમજ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓની ઉપસ્થિત માં કરવા માં આવેલ.

Related Posts