લાઠી નગરપાલિકા ફરજ બજાવતા ઈજનેર ભરતભાઇ ભટ્ટ સેવા નિવૃત થતા શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં ભવ્ય વિદાયમાન સમારોહ યોજાયોલાઠી રાજુલા બાબરા સાવરકુંડલા સહિત અનેક નગરપાલિકા ના ઇન્ચાર્જ ઈજનેર તરીકે સેવા બજાવી લાઠી નગરપાલિકા માં કાયમી એન્જીનીયર પદે થી સેવા નિવૃત થતા બી વી ભટ્ટ નો લાઠી નગરપાલિકા દ્વારા વિદાયમાન સન્માન સમારોહ યોજાયો હતોભરતભાઈ ભટ્ટ ની વર્ષો ની નોકરી દરમ્યાન સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક ધાર્મિક સંસ્થા માં નિઃશુકલ સેવા પ્રદાન ની સરાહના કરાય હતી ઈજનેર ભરતભાઇ ભટ્ટ ના સેવા નિવૃત્તિ સન્માન સમારોહ માં લાઠી નગરજનો પાલિકા ના પૂર્વ પ્રમુખો સદસ્યો રાજકીય અગ્રણી સહકારી અગ્રણી શહેર ની સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક તેમજ આરોગ્ય સંસ્થા ઓ વેપારી એસો સહિત વિવિધ જ્ઞાતિ સંગઠનો સહ કર્મચારી એ ભરતભાઈ ભટ્ટ ને સત્કારવા મોટી સંખ્યા માં શાલ શિલ્ડ સન્માન પત્રો સ્મૃતિ ચિન્હ અર્પિ ગદગદિત કરતું સન્માન કર્યું હતું
લાઠી નગરપાલિકા ના ઈજનેર બી વી ભટ્ટ સેવાનિવૃત થતા ભવ્ય વિદાયમાન સમારોહ યોજાયો

Recent Comments