અમરેલી

લાઠી ના આંબરડી ગ્રામ્ય ને ધોરીમાર્ગ રાજકોટ ભાવનગર હાઇવે રોડ નોન પ્લાન રસ્તો મંજૂર કરવા કાર્યપાલક ઇજનેર ને રજૂઆત કરતાં જિલ્લા પંચાયત સદસ્ય  જનકભાઈ પી તળાવીયા

લાઠી તાલુકાના આંબરડી ગામને જોડતો રાજકોટ ભાવનગર હાઇવે રોડ નોન પ્લાન રસ્તો મંજૂર કરવા કાર્યપાલક ઇજનેરશ્રી ને રજૂઆત કરતાં જિલ્લા પંચાયત સદસ્ય શ્રી જનકભાઈ પી તળાવીયા.લાઠી તાલુકાના આંબરડી ગામ થી ૩ કિલોમીટર અંતરે રાજકોટ ભાવનગર હાઇવે રોડ પસાર થઇ રહ્યો છે આ રોડને આંબરડી ગામ સાથે જોડવામાં આવે તો આજુ-બાજુના ૧૦ થી ૧૨ ગામડાના લોકો આ રસ્તાનો ખૂબજ સરળતાથી લાભ લઇ શકે છે તેમજ ત્યાંના લોકોને વાયા ઢસા ગામ સુધી લાંબુ અંતર કાપીને જવુ ના પડે તેવા હેતુથી આંબરડી ગામના ખેડૂત લોકોએ સર્વ સંમતિથી આ નવો રસ્તો બનાવવા માટે રાજીપો રાખીને સરકારશ્રીના નીતિ નિયમ પ્રમાણે પોતાની જમીનમાં આવતાં દબાણો દૂર કરી રસ્તો બનાવવા માટે જમીન ખુલ્લી કરી લેખિત બાંયધરી આપી અને રસ્તો બનાવવા માટે તૈયારી દર્શાવી તેવા ઉમદા કાર્યને સાથ સહકાર આપવા સદસ્યશ્રી જિલ્લા પંચાયત અમરેલી અને પૂર્વ પ્રમુખ શ્રી તાલુકા પંચાયત લાઠી જનકભાઈ પી તળાવીયા દ્વારા કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન પંચાયત વિભાગ અમરેલી તેમજ સાંસદ સભ્યશ્રી નારણભાઈ કાછડીયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયાને આ આંબરડી થી રાજકોટ ભાવનગર હાઈવે રોડ ને જોડતો નવો નોન-પ્લાન રોડ મંજુર કરવા લેખિત રજૂઆત કરવામાં આવી

Related Posts