લાઠી ના આંસોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં સગર્ભા બહેનો ની તપાસ નું આયોજન
અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ અને ડો. આર. કે. જાટ ની સૂચના થી આંસોદર ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનની ઉજવણી થઈ. જેમાં આંસોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં સમાવિષ્ઠ તમામ ૧૫ ગામો ની જોખમી સગર્ભા બહેનો ને સરકારી એમ્બ્યુલન્સ માં આસોદર ખાતે લઇ જઇ નિષ્ણાત તબીબો દ્વારા તબીબી તપાસ કરી, લેબ ઇન્વેસ્ટિગેશન અને જરૂરિયાત વાળા બહેનો ને આયર્ન સુક્રોઝ ના ડોઝ આપેલ હતા. કોરોના ના કપરા કાળ માં રસીકરણ ઝુંબેશ ની સાથે સાથે સગર્ભા બહેનો ની પણ કાળજી માટે આરોગ્ય તંત્ર તત્પર છે. આ અભિયાન ને સફળ બનાવવા ડો. રોહિત ગોહિલ, ડો. આરતી રાનાની, ડો. હરીવદન પરમાર, ભાવિન રાદડીયા, મનીષા ચુડાસમા, અમૃત પટેલ, રંજન અમરેલિયા અને તમામ સ્ટાફ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી હતી
Recent Comments