લાઠી ના મતિરાળા આરોગ્ય કેન્દ્ર ના કૃષ્ણગઢ માં સ્પ્રેઇંગ કામગીરી
લાઠી ના મતિરાળા આરોગ્ય કેન્દ્ર ના કૃષ્ણગઢ માં સ્પ્રેઇંગ કામગીરી
લાઠી તાલુકા ના મતીરાળા આરોગ્ય કેન્દ્ર માં સમાવિષ્ઠ કૃષ્ણગઢ ખાતે તમામ ઘરો માં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકન ગુનિયાના જંતુ નાશક દવા નો છંટકાવ કરવામાં આવેલ હતો. જેમાં તમામ ઘરો માં સર્વે કરી મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકન ગુનિયાના ફેલાવતા મચ્છરો ની ઉત્પત્તિ રોકવા અને તેના નાશ માટે આલ્ફાસાયપરમેથ્રીરીન ફ્લો દવા નો છંટકાવ કરી, પાણી ભરવા ના પાત્રોની ચકાસણી કરી પોરા નાશક એબેટ સોલ્યુશન નાખવા માં આવેલ હતું. ઉપરાંત, તમામ ઘરો અને જાહેર સંસ્થાઓ ના વપરાશમાં આવનાર પાણી સંગ્રહ ના પાત્રો માં પોરા નાશક ગપ્પી માછલીઓ મૂકવામાં આવી હતી. તેમજ લાંબા સમય સુધી ભરાયેલા રહેતા બંધિયાર પાણી ના પાત્રો ખાલી કરાવી, ડિસ્કાર્ડ કન્ટેનર નો નાશ કરી, તાવ ના શંકાસ્પદ દર્દીઓ ની લોહી તપાસ કરી સારવાર આપવા માં આવી હતી. ડો. આર આર મકવાણા અને ડો સાગર પરવડિયા ના માર્ગદર્શન હેઠળ બાલ મુકુંદ જાવિયાં, ધર્મેશ વાળા, મુકેશ વૈષ્ણવ, રવિના ગોહિલ, સુમિત્રા ચૌહાણ અને આશા બહેનો દ્વારા સમગ્ર કામગીરી ની આયોજન કરેલ હતું. જિલ્લા મલેરીયા સુપરવાઈઝર જયેશ રાજ્યગુરુ એ પણ થઈ રહેલ કામગીરી ની મુલાકાત લઈ ઉપયોગી સૂચનો કર્યા હતા.
Recent Comments