fbpx
અમરેલી

લાઠી ના મતીરાળા આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના રસીકરણ નાઈટ સેશન નું આયોજન

દેશ ના સૌથી મોટા રસીકરણ અભિયાન અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો જયેશ પટેલ અને ડો. આર. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મતીરાળાના ડો. સાગર પરવડિયા ના નેતૃત્ત્વમાં છભાડીયા, કેરાળા અને મતીરાળા મુકામે કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત નાઈટ સેશન નું આયોજન કરેલ હતું. જેમાં દિવસ દરમિયાન ખેતીકામ, વ્યવસાય, મજૂરી કે અન્ય કારણોસર બહાર જતા વરિષ્ઠ ગ્રામ જનો ને પણ કોરોના થી રક્ષણ આપતી રસી મળી શકે તેવા શુભ આશય થી બંને ગામો માં સાંજે રસીકરણ સત્ર ની શરૂઆત કરી રાત સુધી ચાલુ રાખી ૪૫ વર્ષ થી વધુ વય ના અને સિનિયર સિટીઝન લાભાર્થીઓ ને રસી આપવા માં આવી. છભાડિયાના અશ્વિનભાઈ સેતા, પોપટલાલ ગોરસિયા, કેરાળા ના ભરત પડસાલા, મતીરાળા ના ગણેશભાઈ વિરમગામાં વગેરે સરપંચ અને સામાજિક અગ્રણીઓ એ ગ્રામજનો રસીકરણ માટે પ્રોત્સાહિત કરતા બહોળી સંખ્યામાં ગ્રામજનો એ રસીકરણ કરાવી જાગૃતતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ અભિયાન ને સફળ બનાવવા ડો.હરિવદન પરમાર, બાલમુકુંદ જાવિયા અને આરોગ્ય કર્મીઓ ધર્મેન્દ્ર અપ્પા, સુભાષ ચાવડા, છાયા આદ્રોજા, વનિતા મુલાની, અસ્મિતાબેન, નીતાબેન વગેરે એ ભારે જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts