લાઠી ના રાજવી કવિ કલ્પી ની ૧૫૦ મી જન્મ જયંતિ , યાદી ભરી ત્યાં આપની કાર્યક્રમ યોજાયો
લાઠી ના રાજવી કવિ કલ્પી ની ૧૫૦ મી જન્મ જયંતિ , યાદી ભરી ત્યાં આપની કાર્યક્રમ યોજાયો. લાઠી ના રાજવી કવિ કલાપીની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ લાઠી દ્વારા કલાપી તિર્થ ખાતે ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે આરાધના ચેરી. ટ્રસ્ટ ના પ્રમુખ ઇતેશભાઈ મહેતા ની અધ્યક્ષતા માં યાદી ભરી ત્યાં આપની અંતર્ગત કલાપી ની પ્રતિમા પુષ્પ માલા તેમજ અમરેલી જિલ્લા લોકસાહિત્ય સેતુ પ્રમુખ ના કવિ મહેન્દ્રભાઈ જોશી નું વ્યક્તવ્ય યોજાએલ કવિ મહેન્દ્ર જોશી એ ગ્રામ માતા કાવ્ય નો રસાસ્વાદ કરાવ્યો હતો
કવિ કલાપી ના સાહિત્ય માં રહેલી વિશેષતા અને વિવિધ રસો છંદો વિશે માહિતી આપી હતી આ પ્રસંગે બાલકૃષ્ણ સાહિત્ય સભા ચિતલ ના પ્રમુખ કવિ કનુભાઈ લીબાસિયા એ કલાપી ના કાવ્ય નું પઠન કરેલ આ પ્રસંગે એડવોકેટ જૈમિન પંડ્યા કલાપી ને પ્રકૃતિ ના કવિ ગણાવી કલાપી અને પ્રકૃતિ પર રસસભર વાતો કરેલ કાર્યક્રમ નું સ્વાગત પ્રવચન નરેશ ભાઇ સાગરે અંત માં આભાર વિધિ ,ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુભાઇ રીજીયા એ કરેલ સમ્રગ કાર્યક્રમમાં સાહિત્ય પ્રેમી ભરતભાઇ શુક્લ ,ભરત ભાઇ રાવલ, પ્રદીપભાઇ દવેરા, વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ હર્ષદ ભાઈ વ્યાસ, એડવોકેટ હરેશ સેજુ, યુવા ભાજપ પ્રમુખ કોટડીયા, યુવા અગ્રણી નીતિન ભેડા,કલાપી તીર્થ ન મેનેજર ઘનશ્યામભાઈ યુવા અગ્રણી અનિલ સેજુ વગેરે વગેરે ઉપસ્થિત રહેલ
Recent Comments