લાઠી પી.એસ.આઈ.ગોહિલ સાહેબની રાહબરી નીચે ચાવંડ દરવાજે માસ્ક ડ્રાઈવ.

સમગ્ર ગુજરાતમાં કોરોના ની વધતી જતી સંખ્યાને કાબુમાં લેવા સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે લોકો સુરક્ષિત રહે અને સરકારશ્રીની ગાઈડ લાઈનનુ પાલન કરે અને માસ્ક પહેરીને જ બહાર નિકળવા લાઠી તંત્ર દ્વારા અવારનવાર સુચના આપવા છતાં જે લોકો પાલન કરતાં નથી તેઓને આજરોજ પોલીસ તંત્ર દ્વારા અનેકોને સમજાવ્યા હતા અને અનેક લોકો પાસે માસ્ક હતા નહીં કે પહેરેલ ન હતાં તેવા પી.એસ.આઈ.ગોહિલ સાહેબની ઝપટે ચડી ગયા હતા અને ૧૫ લોકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવેલ હતો. આજરોજ તા.૧૨-૪-૨૧ ના રોજ લાઠી ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી મંડળની બેઠક યોજી હતી જેમાં તા.૧૩-૪-૨૧-થી ૩૦-૪-૨૧ સુધી સાંજના ૬-૦૦ થી સવારના ૫-૦૦ વાગ્યા સુધી સ્વયંભુ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવેલ છે.રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ લાઠી
Recent Comments