ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી વલય વૈદ્ય સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે લાઠી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૪૦૦૨૮/૨૦૨૪, ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૪૧૭, ૧૧૪ મુજબના કામનો આરોપી કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા ૧૦ માસથી નાસતા ફરતો હોય, મજકુર લીસ્ટેડ આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ લાઠી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
→ પકડાયેલ આરોપીની વિગતઃ-
મોહમદ પિન્ટુ ઉર્ફે અજગર મોહમદ મજનુ રાયન, ઉ.વ.૩૦, રહે.જમુનીયા, તા.તુલસીપુર, જિ.ભાગલપુર (બિહાર) હાલ રહે.રાજકોટ, ભગવતીપરા તા.જિ.રાજકોટ.આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી વલય વૈદ્ય સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ, તથા હેડ કોન્સ. મનીષભાઇ જાની, રાહુલભાઈ ઢાપા, તુષારભાઈ પાંચાણી તથા પો.કોન્સ. હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments