અમરેલી

લાઠી પોલીસ સ્ટેશન ખાતે કબ્જે કરવામાં આવેલ વાહનો છોડાવવા જોગ

લાઠી પોલીસ સ્ટેશન ખાતે એમ વી એકટ ૨૦૭ મુજબના કામે ૧૧ વાહનો મળી તથા નામદાર કોર્ટ દ્વારા નિકાલ કરવા જણાવેલ વાહનો ૦૩ એમ મળી કૂલ ૧૪ વાહનો કબ્જે કરવામાં આવેલ છે. જે કામે વાહન માલીકોને અવાર – નવાર લેખીત તથા મૌખિક જાણ કરવા છતાં પોતાનું વાહન છોડાવવાની આજદિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી તથા સ્ટે.ડા. એન્ટ્રી ના કામે કબ્જે કરેલ ૧૦ વાહનો બિનવારસી કબ્જે કરવામા આવેલ હોય જે વાહનો માટે કેટલાક કીસ્સામાં સદરહુ વાહન માલીકો જણાવેલ સરનામે રહેતા ન હોવાનું પણ જણાય આવે છે, જેથી તે કીસ્સામાં વાહન માલીકોને જાણ થઇ શકેલ નથી જેથી આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી નિયત સમય મર્યાદામાં વાહન છોડાવવા અંગેની જરૂરી કાર્યવાહી કરવા લગત તમામ ને જણાવવામાં આવે છે. જો એમ કરવામાં આપ કસુર કરશો તો આપનું વાહન છોડાવવા માંગતા નથી તેવું માની લઇ કાયદાકીય નીયમોનુસાર વાહનોના નીકાલ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને વાહનોની જાહેર હરાજી કરી હરાજીમાં ઉપજેલ નાણા સરકારશ્રી ખાતે જમા કરાવવામાં આવશે તેમજ આપના તરફથી આ અંગે કોઇ વાંધાજનક હોય તો સંબંધીત પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ અગર તો લેખીત રજુઆત કરવી ત્યારબાદ આવેલ કોઇ રજુઆત ને ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને આ સંબંધે જેની સર્વેને નોંધ લેવા વિનંતી છે. વધુ માહિતી માટે લાઠી પોલીસ સ્ટેશનનો ૦૨૭૯૩ ૨૫૦૫૩૩ નંબર પર સંપર્ક સાધી શકાશે.

Related Posts