લાઠી પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય ઠુમ્મરની રજૂઆતના પગલે લાંબા સમય બાદ સંકલન મીટીંગ નું આયોજન
લાઠી પ્રાંત ઓફિસર ઉત્સવ ગૌતમ આઈ.એ.એસ.ની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાની સંકલન મીટીંગ નું આયોજન કરવામાં આવેલ પ્રથમ મિટિંગમાં કલેકટર ઉત્સવ ગૌતમ ના માધ્યમથી ગરણીયા દ્વારા શબ્દોથી તમામનુ સન્માન કરવામાં આવેલ હતું આ મિટિંગમાં મામલતદાર ડી.બી. પંડ્યા તાલુકા વિકાસ અધિકારી મકવાણા ચીફ ઓફિસર શ્રી વિંઝુડા લાઠી તેમજ દામનગર લાઠી પી.એસ.આઇ. ગોહિલ પીજીવીસીએલના કાર્યપાલક કડછા સાહેબ પાણી પુરવઠા તેમજ ડોક્ટર મકવાણા, ડોક્ટર સિંહા તાલુકા અને જિલ્લા કક્ષાએથી દરેક વિભાગને લગતા અધિકારી અને પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા. સંકલન મિટિંગમાં ધારાસભ્યશ્રી વિરજીભાઈ ઠુમ્મરના અનેક પ્રશ્નો લાંબા સમયથી પેન્ડિંગ હોય જેને પ્રાંત ઓફિસર છે ઉત્સવ ગૌતમ સાથે ચર્ચાઓ કરી લાગતા વળગતા વિભાગને તાકીદે પૂર્ણ કરવા સુચના આપી હતી તેમજ તેના અનેક પ્રશ્નો હોય સીટી સર્વે વિભાગમાંથી કોઈ પ્રતિનિધિ હાજર રહેતા ન હોય તેમને નોટિસ પાઠવવા સૂચના આપી હતી ધારાસભ્યશ્રી ઠુમ્મર ઉત્સવ ગૌતમની કાર્યશૈલીથી પ્રભાવિત થયા હતા.
Recent Comments