પશ્ચિમ ગુજરાતવીજ કંપની લિમિટેડ રાજકોટ ખાતે મેનેજીંગ ડિરેકટર વીજ કંપની ઘ્વારા સૌરાષ્ટ્રનાં વિદ્યુતને લગતા પ્રશ્નો માટે મળેલી એક મહત્વની બેઠકમાં લાઠી વિસ્તારનાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જુદા- જુદા સુચનો રજુ કરેલ. તેમાં અમરેલી વર્તુળ કચેરી હાલ ત્રણ વિભાગીય કચેરી કાર્યરત છે. લાઠી ખાતે ડીવીઝન આપવા માટે કરેલી રજૂઆત અન્વયે પીજીવીસીએલ એમડી તરફથી જણાવેલ હતું કે, સુચન વ્યાજબી હોય વડી કચેરી જીયુવીએનએલ ઓફીસ વડોદરાને મોકલવામાં આવેલ છે અને તેઓ તરફથી મંજુરી આપવામાં આવશે તો લાઠીને નવું ડીવીઝન આપવા માટે સંમતિ દર્શાવેલ હતી. લાઠી-બાબરા મત વિસ્તારના ગામો લાઠી, બાબરા, લીલીયા અને વાસાવડ તેમજ ચિતલ સબ ડીવીઝનમાં આવે છે લોકોની પરેશાની વધી છે તો તાલુકાનાં એક જ સબ ડીવીઝન કરવા માટેની રજૂઆતને ઘ્યાને લઈ અધિક્ષક ઈજનેર અમરેલી પાસેથી અહેવાલ મંગાવી આ સબ ડીવીઝનને મંજુરી આપવા તેઓએ સ્વીકાર્યુ. અમરેલી જિલ્લા હેઠળના 66 કે.વી. સબ સ્ટેશનના ઘણા કામો બાકી છે તેમાં ગોરડકા, વઢેરા, લુવારીયા, વાવેરા, અમૃતપુર (જીરા), સૂર્યપ્રતાપગઢ (અનિડા), નાના માચીયાળા (શેડુભાર) ર0રર સુધીમાં કાર્યરત કરવા માટે ખાત્રી આપેલ હતી. આમ અમરેલી જિલ્લામાં વીજળીની પરેશાની થાય છે તે બાબતે અંગત રસ દાખવીઠુંમરે પ્રશ્નો કરેલા હતા. તેમાં ઘણી કામગીરી કાર્યરત થાય તેવી આશા બંધાઈ છે. લાઠી અને લીલીયા મત વિસ્તારના ખેતીવાડી ફીડરમાં મુશ્કેલી પડે છે તેમાં વાસુકી ફીડર, નીલવડા ફીડર, ખંભાળા ફીડર તેમજ કલ્યાણધામ ફીડરને વિભાજન કરવાના સુચનો સ્વીકારી નવા ફીડર કાર્યરત કરેલ છે તેમાં નવરંગ ફીડર, સદગુરૂ ફીડર, ધાર ફીડર, ચેતક ફીડર, મહાદેવ ફીડરનો સમાવેશ થાય છે. ઈકો ઝોનમાં આવતા ખેડૂત ખાતેદારોને વીજ જોડાણો મળતા નથી તેમાં સરકારની મંજુરી લઈને આવા ખેડુતો વીજ કનેકશન સરકારની મંજુરી મેળવી આપવા જણાવ્યું હતું. જુના અને જર્જરિત વીજ વાયરોના કારણે લો ટ્રીપીંગ આવે છે તેના કારણે ખેડુતો પરેશાન થાય છે તેવા વાયરો બદલવા કરેલા સુચન અન્વયે કુલ 1ર8.પ કિ.મી. જર્જરિત એચટી લાઈન અને 7પ.8 કિ.મી. એલટી લાઈન વાયરને ર માસમાં બદલી આપેલ છે અને છતા પણ કોઈ ફરિયાદ આવે તો નાયબ ઈજનેરને તાત્કાલીક ફરિયાદ સોલ્વ કરવા આવા જર્જરિત વાયરો બદલવા સુચના આપી હતી. ચરખા રર0 કે.વી. સબ સ્ટેશનનું કામ ઝડપી કરવા માટે કરેલ ઠુંમર ઘ્વારા સુચનને 13ર કે.વી. લાઈનનું કામ ચાલું છે રર0 કે.વી. ચરખા સબ સ્ટેશન ઝડપથી કાર્યરત કરવા માટે ખાત્ર આપેલ હતી. અમરેલી જિલ્લાનાં તમામ ખેતીવાડી કનેકશનમાં ર4 કલાક સિંગલ ફેઈઝપાવર આપવા ઠુંમર ઘ્વારા સુચના થતાં તમામ ખેતીવાડી ફીડરમાં સ્પેશિયલ ટ્રાન્સફોર્મર મુકી 8 કલાક થ્રી ફેઈઝ અને 16 કલાક સિંગલ ફેઈઝ વીજ પુરવઠો આપવા કડક સુચના આપી અને આવા સિંગલ ફેઈઝ પુરવઠો નિયમિત જાળવવા માટે અધિકારીને સુચના આપવામાં આવી અને છતાં પણ કોઈ પ્રશ્ન આવશે તો અધિકારીઓની જવાબદારી ગણાશે તેમ કડક સુચનાં અપાયેલ હતી.
13પ અને 138 કલમ નીચે ખેડુતોને ખોટા પરેશાન કરવામાં આવે છે અમરેલી જિલ્લામાં કુલ 16ર7 કિસ્સાઓમાં કલમ-13પ નીચે તેમજ 138 નીચેની કલમ લગાડી ખેડુતોને પરશાન કરવામાં ન આવે તેમાં માનવીય અભિગમ અપનાવી અને ખેડુતોને પરેશાન ન કરવા માટે પણ અધિકારીઓને સુચના અપાયેલ છે. ફોલ્ટ સેન્ટર ઉપર ખેડુતોને જવાબ આપવામાં વિવેકપુર્ણ વર્તન અને શિસ્તાથી જવાબ આપી શકાય તે માટે ફરજ બજાવતા કર્મચારીઓને તાલીમ આપી વિવેકપુર્ણ વર્તન કરવા સુચના આપી હતી અને તે માટેનું ભવિષ્યમાં સુધારો કરવા માટે પણ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. સ્ટ્રીટ લાઈટમાંથી જુદા-જુદા ટાઉન અને ગામડાઓમાંથી સ્ટ્રીટ લાઈટના જોડાણમાંથી ચોરી થાય છે અને તેના કારણે ગ્રામ પંચાયત અને નગરપાલિકાને મસમોટા બીલ ભરવા પડે છે તે અંગે પણ પીજીવીસીએલ કંપની ગંભીરતાપુર્વક વિચારણા કરવી જરૂરી છે, ખુબ જમહત્વનું સુચન હોય આવું ન બતે તે માટે લગત અધિકારીઓને સુચનાઓ આપવામાં આવેલ હતી.





















Recent Comments