લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે કોરોના માટે લડવા ૩૦ લાખ ફાળવ્યા લોકોના આરોગ્યના કામો માટે ફાળવેલ ગ્રાન્ટ માન્ય રાખવા આયોજન અધિકારીને જાણ કરી
બાબરા લાઠી અને દામનગર વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે કોરોના મહામારીમાં લડવા માટે જરૂરી મેડિકલ સાધન સામગ્રી ખરીદી માટે ₹ ૩૦ લાખ ફાળવ્યા છે અને આરોગ્યના કામો માન્ય રાખવા આયોજન અધિકારીને કરીને જાણ પણ કરવામાં આવી છે.
લાઠી વિધાનસભાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે કોરોના મહામારી સામે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે અને આપણું ગુજરાત પણ લડી રહ્યું છે ત્યારે એક ધારાસભ્ય તરીકે મારા મત વિસ્તારમાંમાં આવેલ પીએસસી સેન્ટરમાં જરૂરી મેડિકલ સાધનો ખરીદ કરવા ₹ ૩૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે અને લોકોના આરોગ્ય માટે જરૂરી કામો માટે માન્ય રાખવા આયોજન અધિકારીને જાણ પણ કરવામાં આવેલ છે
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે લાઠી સીએસસી સેન્ટરમાં રૂ ૧૦ લાખ બાબરા સીએસસી માટે રૂ ૧૦ લાખ અને દામનગર સીએસસી માટે રૂ ૧૦ લાખ ની ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે જેમાંથી
વેન્ટિલેટર,મશીન અને ઓક્સિજન સહિતના મેડિકલ સાધનો ખરીદ કરવા ગ્રાન્ટ ફાળવી છે
વર્તમાન પરિસ્થિતિમાં લાઠી વિધાનસભાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર આગળ આવી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લોકોની આરોગ્ય સેવા માટે જરૂરી ગ્રાન્ટ ફાળવી યોગ્ય મદદ કરી એક જાગૃત ધારાસભ્ય તરીકેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમજ ધારાસભ્યશ્રી એ વધારામાં જણાવ્યું હતું કે સરકાર શ્રી તરફ થી ઓક્સિજન સિલિન્ડર વ્યવસ્થા કરવામાં આવશે તો લાઠી બાબરા અને દામનગરમાં વ્યક્તિગત પણ ખર્ચ મારી શક્તિ પ્રમાણે ઉપાડવા હું તૈયાર છું તેવું અંતમાં ધારાસભ્ય ઠુંમરે જણાવ્યું હતું
Recent Comments