લાઠી બાબરા તાલુકામાં વેકસીનેશનનો પૂરતો જથ્થો ફાળવો ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ને પત્ર પાઠવી માંગ કરી
લાઠી અને બાબરા તાલુકામ પ્રથમ અને દ્વિતીય ડોઝ માં હજુ ઘણા લોકોને વેકસીનેશન કરવાનું બાકી
રાજ્યમાં લોકો વેકસીનેશન કરવા આગળ આવે તેમજ ભાજપના અગ્રણીઓ પણ જનતાને વેકસીનેશન કરવા આગળ આવે તે માટે પ્રોત્સાહિત કરતા હોય છે સારી બાબત છે પણ પૂરતો રસીનો જથ્થો ક્યાં? આ વેધક સવાલ સાથે લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવી બાબરા લાઠી અને દામનગર વિસ્તારોમાં રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા માંગ કરેલ છે
તેઓએ પત્રમાં જણાવ્યું છે કે અપૂરતી રસીના કારણે લાઠી વિધાનસભા વિસ્તાર હજુ ૫૦%ની આસપાસ પણ વેકસીનેશન કરવામાં આવ્યું નથી અને તેમાં પણ બીજો ડોઝ તો હજુ મોટાભાગના લોકોને આપવામાં બાકી છે તો ૧૮ થી ૪૫ વય સુધીના લોકોને ક્યારે વેકસીનેશન કરાશે તેનું પણ હજુ આરોગ્ય વિભાગ દ્વારા સ્પષ્ટ કરાયું નથી .
લાઠી બાબરા અને દામનગર વિસ્તારોમાં શરૂઆતમાં સીનયર સિટીઝનને વેકસીનેશન કરવામાં આવતું હતું ત્યારબાદ ૪૫ થી વય વધુ ધરાવતા લોકોને રસી આપવામાં આવતી હતી પણ એકાએક રસીનો જથ્થો ઘટવા મંડતા વેકસીનેશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે છેલ્લા એક મહિનાથી અહીં તાલુકા વિસ્તાર રસીનો પૂરતો જથ્થો નહિ આવતા હજુ મોટાભાગના લોકો કે જેની ઉંમર ૬૦ વરસથી ઉપર છે તેઓ કે જે સિનિયર સીટીઝન કહેવાય છે અને ૪૫ થી વધુ વય ધરાવતા લોકો પણ હજુ પ્રથમ ડોઝ લેવાનો બાકી છે હાલ આરોગ્ય વિભાગ દ્વારા પ્રથમ ડોઝ મેળવ્યો હતો તેવા લોકોને માત્ર ડોઝ આપવામાં આવી રહ્યો છે અને હજુ ૧૮ થી ૪૫ની વય ધરાવતા લોકોને ક્યારે રસી આપવામાં આવશે તેનું પણ આરોગ્ય વિભાગ દ્વારા સ્પષ્ટ કરાયું નથી
હાલ લોકોમાં વેકસીનેશન બાબતે પૂરતી જાગૃતિ આવેલ છે ત્યારે રસીનો જથ્થો ઉપલબ્ધ નહિ હોવાથી લોકોને રસી મેળવવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે લોકો રસી લેવા માટે પીએસસી અને સીએસસી સેન્ટર તેમજ અર્બન સેન્ટર પર ધખા ખાઈ રહ્યા છે હાલ બાબરા અને લાઠી તાલુકામાં ટાર્ગેટ પ્રમાણે ૫૦% સુધી માંડ માંડ વેકસીનેશન કરાયું છે ત્યારે લાઠી અને બાબરા તાલુકામાં વેકસીનનો પૂરતો જથ્થો ફાળવવામાં આવે જેથી લોકોને સમય મર્યાદામાં વેકસીનેશન કરી શકાય
હાલ કોરોના મહામારીમા વેકસીનેશન માત્ર ઈલાજ હોય ત્યારે લોકોને વેકસીનેશન માટે ભટકવું નો પડે અને સરળતાથી પીએસસી અને સીએસસી સેન્ટરમાં રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લાગણી અને માંગણી ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments